ભાજપનો કાર્યકર એટલે કેવો, તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા ભાજપના ભાવિકભાઈ મણિયાર અને તખ્તેશ્વર વોર્ડ પ્રમુખ હાર્દિકભાઈ મકવાણા અને દિલીપભાઈ મકવાણા.
તા.૦૫/૦૫ નારોજ સાંજે ભાવનગર ખાતે વાવાઝોડા સાથે વરસાદ થયો હતો તેવા સમયે આ બન્ને મિત્રો એકબીજા સાથે વાત કરી અને ક્યા વિસ્તારમાં કઈ વાવાઝોડાના કારણે મુશ્કેલીમાં છે લોકો અને વિસ્તારમાં કોઈ સ્થાન પર તો આવી નથી ને તેવી જાણકારી એકત્ર કરી રહ્યા હતા તેવામાં પહેલો કોલ હિલ્ડ્રાઇવ થી આવ્યો ત્યાં રસ્તામાં કામ ચાલુ હોવાના કારણે પાણી ભરાવવાની સમસ્યા માટે ત્વરિત સ્થળે પોહચ્યાં અને ત્યારબાદ બન્ને મિત્રોને અમૃત બેકરીના પાછળના ભાગે આવેલ માર્ગ પર મોટું ઝાડ પડ્યું છે અને ત્યાં તેના કારણે વીજ પોલ પણ ધરાશાહી છે, તેવી જાણ થતા અને ત્યાં આપણા કાર્યકર અને પક્ષના શુભેચ્છકશ્રી દિલીપભાઈ પણ ત્યાં છે તે માહિતી મળતાં જ બન્ને કાર્યકરો તાત્કાલિક ત્યાં પહોચી કામમા ઉપયોગી થવા ગયા હતા તેવા સમયે તે સ્થાન પર ભાવનગર મહાનગર પાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓ કાર્યરત હતા. આકસ્મિક ત્યાં એક અકસ્માત સર્જાતાં ઝાડ એક કર્મચારી પર પડ્યું અને તેના માથાપર ખૂબ ઈજા થઈ અને લોહી વહેવા માંડ્યું હતું અન્ય વિભાગના ફાયર કર્મી સાથે ભાવિકભાઈ,હાર્દિકભાઈ અને દિલીપભાઈ સાથે મળી ઝાડને દૂર કરી તે યુવાન કર્મીને બહાર કાઢી એમ્બ્યુલન્સની રાહ જોયા વગર તે સૌએ તેને ઊંચકી દોડ મૂકી એચસીજી હોસ્પિટલમાં લઈ ગયા અને તેની ત્વરિત સારવાર કરાવી હતી. હાલ મળતી માહિતી મુજબ કર્મી ભગવાનના આશીર્વાદ જીવ બચી ગયો અને આવા કર્મઠ કાર્યકરોના કારણે સમયસર તે કર્મચારીને સારવાર પ્રાપ્ત થઈ હતી. એટલેજ કાર્યકર કેવો હોય તેની ઓળખ આપતા આ કાર્યને અને કાર્ય કરનારાઓને અભિનંદન તેમજ આવા કપરા સમયે પોતાના જીવના જોખમે કાયમ લોકોની માટે પોતાની જવાબદારી નિભાવતા મહાનગર પાલિકાના ફાયર વિભાગના કર્મિઓની સરાહનીય કામગીરીને સ્થાનિકોએ બિરદાવી હતી.