અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ના આંતરરાષ્ટ્રીય કેન્દ્ર, શાંતિકુંજ, હરિદ્વારના ઉપક્રમે
રાજપીપલા ખાતે ૧૦૮ કુંડી શક્તિ સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞનું ભવ્ય આયોજન
10દિવસ ચલનારા આ કાર્યક્રમમાં પુસ્તકોનો મેળો,કળશ યાત્રા,
સનાતન સંસ્કૃતિની ઝાંખીઓ,
ધ્વજા રોહણ, દેવપૂજન, ગાયત્રી યજ્ઞના કાર્યક્રમો
રાજપીપલા, તા 24
શાંતિકુંજ હરિદ્વાર ના માર્ગદર્શન માં આગામી 22 થી 25 જાન્યુઆરી વિશ્વ શાંતિ માટે 108 કુંડી ગાયત્રી યજ્ઞ રાજપીપલા ખાતે યોજાશે .જેમાં સ્થાનિક સિવાય વડોદરા છોટાઉદેપુર અને નર્મદાના ભાવિકો અભયદાન અંશદાન આપી યજ્ઞપિતા ગાયત્રી માતાની વાત ને ગામડે ગામડે પહોંચાડશે. લગભગ 40000 લોકો આ યજ્ઞમાં ભાગ લેશે.
અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ના આંતરરાષ્ટ્રીય કેન્દ્ર, શાંતિકુંજ, હરિદ્વારના માર્ગદર્શનમાં વડોદરા ઉપઝોનના ત્રણેય જિલ્લાઓના પરિજનોના સહયોગથીતા. 22થી 25જાન્યુઆરી દરમ્યાન૧૦૮ કુંડી શક્તિ સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞનું ભવ્ય આયોજન રાજપીપળા ખાતે જીન કમ્પાઉન્ડ મેદાનમાં યોજેલ છે.
જ્યા માનવમાત્રમાં દુર્બુધ્ધિ દૂરથાય તે માટે સદબુદ્ધિના વ્યાપ માટે સાહિત્ય નું વહેંચણ પણ થશે.વિવિધ પ્રદર્શન પણ યોજાશે જે વાંચી ને લોકો ને જીવન જીવવાની કળા શીખશે અને ધાર્મિક વાતૉઓ થી માર્ગદર્શિત થશે .
જેમાં ધ્વજા રોહણ, દેવપૂજન, આદરણીય ડૉ.ચિન્મય પંડાજી (પ્રતિ કુલપતિ,દેસંવિવિ, હરિદ્વાર) નું વિશેષ માર્ગદર્શન તેમજ ગાયત્રી યજ્ઞનું આયોજન કરેલ છે.ઉપરાંત યુગ નિર્માણમાં યુવાઓની ભૂમિકા ગીત – સંગીત સાથે યોજાશે. જયારે
ગાયત્રી યજ્ઞ, દીક્ષા અને વિવિધ સંસ્કારો, નારી સશક્તિકરણ અને મહિલા સંમેલન,ઉપરાંત રાષ્ટ્ર્રજાગરણ દીપયજ્ઞ, ગાયત્રી યજ્ઞ અને વિવિધ સંસ્કારો, નશાનિવારણ, અને જન્મ શતાબ્દી સંકલ્પ ઘોષણા ના વિવિધ કાર્યક્રમો યોજાશે
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા