નર્મદા
ભરૂચ નર્મદા અને વડોદરા જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન અંગે સાંસદ મનસુખ વસાવાની સોશ્યલ મીડિયા પર પોસ્ટ
વહીવહી તંત્ર અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ભૂ માફિયા લાખો રૂપિયાનો હપ્તો આપે છે: મનસુખ વસાવા
અધિકારીઓને ભુ માફિયાઓને પકડવાના બદલે ભગાડી મૂકે છે: મનસુખ વસાવા
અધિકારીઓ અને રાજકીય નેતાઓની મિલીભગતથી આખુ નેટવર્ક ચાલતું હોવાના આક્ષેપ
આ પણ વાંચો: *૧૦૮ કુંડી શક્તિ સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞનું ભવ્ય આયોજન*
CMને પત્ર લખી રાજ્ય લેવલની ટીમ બનાવવા કરી માંગ.
રાજપીપલા તા 25
ભરૂચ નર્મદા અને વડોદરા જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન અંગે સાંસદ મનસુખ વસાવાની સોશ્યલ મીડિયા પર પોસ્ટ ભારે ચર્ચાનો વિષય બન્યો છે. મનસુખ વસાવાએ ગંભીર આક્ષેપ કર્યો છે કે
વહીવહી તંત્ર અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ભૂ માફિયા લાખો રૂપિયાનો હપ્તો આપે છે.અધિકારીઓને ભુ માફિયાઓને પકડવાના બદલે ભગાડી મૂકે છે. એ ઉપરાંત
અધિકારીઓ અને રાજકીય નેતાઓની મિલીભગતથી આખુ નેટવર્ક ચાલતું હોવાના આક્ષેપકરી રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી રાજ્ય લેવલની ટીમ બનાવવા માંગ. કરી છે.
સોસીયલ મીડિયામાં મનસુખ વસાવાએ લખ્યું હતું કે
ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે રેત માફિયાઓ દ્વારા ઊંડાણથી રેતી કાઢવાના કારણે ઊંડા ખાડા પડી ગયા છે. જેના કારણેએમાં ડૂબી જવાથી ચાર લોકોનાં મૃત્યુ પામ્યા હતા, જેને લઈને
જીલ્લાનાં ધારાસભ્યો તથા મે જાતે જીલ્લા સંકલનની
મીટીંગમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો, સમગ્ર નર્મદા કાંઠે, નર્મદા
જીલ્લા, વડોદરા જીલ્લા અને ભરૂચ જીલ્લામાં આવા ખાડા માંડૂબી જવાથી અનેક લોકોના મૃત્યુ થાય છે.
ગેરકાયદેસર રીતે
નર્મદા નદીમાં ૨૫-૩૦ મોટી મશીન બોટ (બાજ) ત્રણે જીલ્લામાં ચાલે છે જે બંધ કરાવવું જોઈએ. સંકલનમાં આટલી ચર્ચા થવાછતાં હજુ પણ બેરોકટોક ગેરકાનૂની રીતે રેતી કાઢવાનું કાર્ય ચાલુ છે.
ગઈકાલે મેં ઝઘડિયા તાલુકાના ઇન્દોર તથા નાના વાસણા
ગામના સ્થાનિક લોકોની રજૂઆતને લઈને ભરૂચ જિલ્લાકલેક્ટર નું ધ્યાન દોર્યું હતું .
કલેક્ટરની સૂચના થી ખાણ ખનિજ અધિકારી,મામલતદાર
ઝઘડિયા અને સ્થાનિક પોલીસ વ્હેલી સવારે છ વાગે આ ટીમ ઘટના સ્થાને પહોંચીને એ રેત માફિયાઓને પકડવાના બદલે ભગાડી મૂકે છે, ગઈકાલે પણ નાના વાસણામાં જ્યાં લીજ
મંજૂર નથી થઈ તેવી જગ્યા એ થી મોટા પ્રમાણમાં રેતી કાઢી રહ્યા હતા. અને તેઓ તમામ વડોદરા જિલ્લાના હતા અનેભરૂચ જીલ્લાની હદ માંથી રેતી કાઢી રહ્યા હતા
આ અંગે કાર્યવાહીની માંગ કરી છે.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા