ભાજપ સરકારે અનુસુચિત જનજાતિના પોસ્ટ મેટ્રિકના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ યોજનાને બંધ કરી: ચૈતર વસાવા

ભાજપ સરકારે અનુસુચિત જનજાતિના પોસ્ટ મેટ્રિકના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ યોજનાને બંધ કરી: ચૈતર વસાવા

સરકારના આ નિર્ણયથી લગભગ 50000થી વધુ આદિવાસી વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહી જશે: યુવરાજસિંહ જાડેજા

ભાજપ સરકારે આદિવાસી સમાજ પ્રત્યેની પોતાની જે વૃત્તી હતી, તે જાહેર કરી: ચૈતર વસાવા

10 દિવસમાં સરકાર આ નિર્ણયને પરત નહીં ખેંચે તો ગાંધીનગરમાં પીડિત વિદ્યાર્થીઓને સાથે રાખીને બીરસા મુંડા કચેરીનો ઘેરાવ કરીશું: યુવરાજસિંહ જાડેજા

શિક્ષણનું 45000 કરોડથી વધુનું બજેટ છે તો શું સરકાર આ બજેટને ફક્ત પોતાના તાઇફાઓ કરવામાં વાપરે છે?: ચૈતર વસાવા

સરકારની આ દોગલીનીતિને અમે જરા પણ ચલાવી લઈશું નહીં: યુવરાજસિંહ જાડેજા

રાજપીપલા, તા.22

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીના યુવા નેતા અને વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ જાડેજાએ એક અત્યંત ગંભીર મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, અનુસુચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે ભારત સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અમલમાં હતી. એ યોજના અંતર્ગત આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓએ ઉચ્ચ અભ્યાસ માટે એડમિશનના લીધા અને ફ્રિશિપ કાર્ડ પણ લીધા અને હાલ અડધું વર્ષ જતું રહ્યું ત્યારબાદ ગુજરાતની ભાજપ સરકારે પરિપત્ર બહાર પાડીને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાને બંધ કરી દીધી.

જેના કારણે 50,000 જેટલા ઉચ્ચ અભ્યાસના વિદ્યાર્થીઓના જીવન પર ગંભીર અસર પડી છે. ભાજપ સરકારે આદિવાસી સમાજ પ્રત્યેની પોતાની જે વૃત્તી હતી, તે જાહેર કરી લીધી છે.

આજે અમે કહેવા માંગીએ છીએ કે આદિજાતિ બાળકો માટે મેનેજમેન્ટ ક્વોટાની જે શિષ્યવૃત્તિ છે તેને ફરીથી શરૂ કરવામાં આવે. નહિતર આવનારા સમયમાં બાળકો અને વાલીઓને સાથે રાખીને ખૂબ મોટું આંદોલન કરવું પડશે. કેન્દ્રીય કૃત પ્રવેશ સમિતિ મારફતે જે સરકારી ક્વોટામાં એડમિશન લીધેલા વિદ્યાર્થીઓ હતા, બાદમાં આવી કોઈ સીટો મેનેજમેન્ટ ક્વોટામાં ટ્રાન્સફર થાય તો તેને મેનેજમેન્ટ કોટા ગણવામાં આવશે, જેનાથી ઉચ્ચ અભ્યાસ જેમકે નર્સિંગ, બીએસસી, ડિપ્લોમા સહિત અનેક ઉચ્ચ અભ્યાસ કરનાર ભાવિ અંધકારમય બન્યું છે. આ વર્ષનું ટ્રાઇબલ સમાજ માટેનું 3410 કરોડનું બજેટ છે એ શિક્ષણનું 4,500 કરોડથી 45000 કરોડથી વધુનું બજેટ છે તો અમારો સવાલ છે કે શું સરકાર આ બજેટને ફક્ત પોતાના તાઇફાઓ કરવામાં વાપરે છે?

ભાજપ સરકાર આદિવાસી સમાજ સાથે ઓરમાયું વર્તન કરે છે, તેના જવાબમાં તમામ આદિવાસી સમાજના લોકોને, યુવાનો અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને સાથે લઈને અમારે ગાંધીનગર જઈને આંદોલન કરવાનું હશે તો પણ અમે આંદોલન કરીશું અને વિદ્યાર્થીઓ માટે લડીશું. પરંતુ સરકારના આવા નિર્ણયને અમે ચલાવી લઈશું નહીં. સરકારે આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી છે તેને ફરીથી શરૂ કરે તેવી અમારી માંગણી છે અને આ મુદ્દા પર અમે ખૂબ જ ગંભીર છીએ અને આવનારા સમયમાં અમે મોટું આંદોલન કરીશું.

ત્યારબાદ આમ આદમી પાર્ટીના યુવાન નેતા અને વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ જાડેજાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, સરકારે જાહેરાત કરી તેમાં જોવા જઈએ તો જે ક્વોટા હોય છે જેમ કે મેનેજમેન્ટ ક્વોટા, સ્ટેટ ક્વોટા અને વેકેન્ટ ક્વોટા, એમાં બદલાવ થયો છે. વેકેન્ટ કોટાને મેનેજમેન્ટ ક્વોટામાં ટ્રાન્સફર કરવામાં આવેલ છે અને મેનેજમેન્ટ કોટામાં જે શિષ્યવૃત્તિ મળતી હતી તે શિષ્યવૃત્તિને બંધ કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયનો અમે સંપૂર્ણપણે વિરોધ કરીએ છીએ. અમે સરકારને સ્પષ્ટપણે કહેવા માંગીએ છીએ કે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ ભણી ગણીને આગળ વધી શકે તે માટે આ જે શિષ્યવૃત્તિની યોજના હતી તેને ફરીથી શરૂ કરવામાં આવે. સરકારના આ નિર્ણયથી લગભગ 50000થી વધુ આદિવાસી વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહી જશે.

કેન્દ્ર સરકારે ભૂતિયા વિદ્યાર્થીઓ માટે થોડા સમય પહેલા એક પરિપત્ર જાહેર કર્યો હતો સરકારી તેમાં કહ્યું હતું કે જે યુનિવર્સિટી પાસે નેટ અને એનબીએ એક્રેડેશન હશે એ યુનિવર્સિટીઓને શિષ્યવૃત્તિ મળશે. પરંતુ ગુજરાત સરકારે એક નવો પરિપત્ર જાહેર કર્યો અને પોતાની નીતિ બદલી હતી. તો સરકારની આ દોગલીનીતિને અમે જરા પણ ચલાવી લઈશું નહીં. આ મુદ્દા પર અમે આવનારા સમયમાં ગુજરાતના શિક્ષણ મંત્રીને અને તમામ આદિજાતિ વિભાગના કમિશનર સહિત તમામ વિભાગોમાં રજૂઆત કરીશું. અમે સરકારની દસ દિવસનો અલ્ટીમેટ આપીએ છીએ. જો 10 દિવસમાં સરકાર આ નિર્ણયને પરત નહીં ખેંચે તો ગાંધીનગરમાં પીડિત વિદ્યાર્થીઓને સાથે રાખીને બીરસા મુંડા કચેરીનો ઘેરાવ કરવામાં આવશે.

 

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

3 thoughts on “ભાજપ સરકારે અનુસુચિત જનજાતિના પોસ્ટ મેટ્રિકના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ યોજનાને બંધ કરી: ચૈતર વસાવા

  1. https://www.telqq.com Telegram群组,Telegram群组导航。收录Telegram上的优质频道和群组,打造一个高质量Telegram导航。TGNAV收录整理了Telegram上的许多优质频道、群组、机器人,帮助用户发现更多优质的群组。

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *