સારવારનો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવશે
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય વિષયક મહત્વની જાહેરાત કરી હતી. જે બાળકોનું સરકાર તરફથી એકવાર વિનામૂલ્યે કોકલિયર ઇમ્પ્લાન્ટ કરાયું હોય અને આ પ્રોસેસર બગડી ગયું હોય, તેવા કિસ્સાઓમાં કોકલિયર ઇમ્પ્લાન્ટ પ્રોસેસરને સંપૂર્ણપણે વિનામૂલ્યે બદલી આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ પહેલા રાજ્ય સરકાર દ્વારા કુલ રકમના 90% અને વાલી દ્વારા 10% ફાળો આપવાનું નક્કી કરાયું હતું. હવે સરકાર સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે.
આ પણ વાંચો: *PhonePe નું નવું ફીચર*