ઓમ કૉમ્યુનિકેશન દ્વારા વિવેચક, કોશકાર, સંપાદક રમણ સોનીના ૭૮-મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’ શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.


તા.૦૭ જુલાઈ,શુક્રવારે સાંજે ૦૫-૩૦ કલાકે, ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ, ગુજરાતી સાહિત્ય પરિષદ,અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા વિવેચક, કોશકાર, સંપાદક રમણ સોનીના ૭૮-મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’ શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ‘શબ્દજયોતિ’માં સાહિત્યકાર રમણ સોનીએ પોતાનાં જીવન-કવન વિશે વક્તવ્ય આપ્યું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું.આ પ્રસંગે સાહિત્યકાર રમણ સોનીના પરિવારજનો, સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં.આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
——
શ્રી રમણ સોની :
‘કુમાર’માં બચુભાઈએ પ્રથમ અનુવાદ કરવાનું કહ્યું.ત્યાં જ શીખ્યો.હું મારા પ્રુફ જાતે જ જોવું છું.અધ્યાપક તરીકે સૌપ્રથમ પેટલાદ કોલેજમાં એક વર્ષ, 18 વર્ષ ઇડરમાં અને 18 વર્ષ વડોદરામાં ભણાવ્યું.’ઉશનસ’પર પીએચડી કર્યું.ભોળાભાઈ પટેલની પ્રેરણાથી વિવેચન લખવાનું થયું.સાહિત્યમાં મારો ખરો પ્રવેશ કોશમાં કામ કર્યેથી થયો.વિવેચનો આકરા હોવા જોઈએ,પણ તોછડા ન હોવા જોઈએ.હવે તો વાંચ્યા વિના જ લખનારાઓ છે અને લખાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *