ઢોર પોલિસીની જેમ પાર્કિંગ પોલિસીની પણ જરુર: હાઈકોર્ટ
ગુજરાત હાઈકોર્ટમાં આજે રસ્તા, ટ્રાફિક અને ઢોર મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટના આગળના 2018ના હુકમની અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ચોમાસામાં રસ્તાની પરિસ્થિતિ વર્ણવી છે દર વર્ષે આવું થતું હોવાનું નોંધ્યું છે. હાઈકોર્ટે કહ્યું કે જેમ ઢોર પોલિસી છે તેમ પાર્કિંગ પોલિસીની પણ જરુર છે. જવાબદાર ઓફિસરો સામે સરકારે પગલાં લેવા જોઈએ. ભ્રષ્ટાચાર અને સગાવાદને નાબૂદ કરવા જરૂરી છે.