આસામમાં એક પુરૂષ દ્વારા એકથી વધુ સ્ત્રીઓ સાથે થતા લગ્ન પર પ્રતિબંધ લાગશે. આસામના CM હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે, આસામ સરકાર રાજ્યમાં બહુવિવાહ પર પ્રતિબંધ લગાવવા પર વિચાર કરી રહી છે. તેના માટે એક વિશેષ વિશેષજ્ઞ કમિટી બનાવવાનો નિર્ણય લીધો છે. બહુવિવાહ રોકવાનો રાજ્ય સરકારનો અધિકાર છે. તેની સાથે જ તેમણે કહ્યું કે, આસામમાં બાળ વિવાહ પર ચાલી રહેલી કાર્યવાહીને વધુ તેજ બનાવવામાં આવશે.
“બહુવિવાહ પર પ્રતિબંધ લગાવીશું.”
