ફિક્સ પે કર્મચારીઓને દિવાળી પહેલા મોટી ખુશ ખબર 

 

ફિક્સ પે કર્મચારીઓને દિવાળી પહેલા મોટી ખુશ ખબર 

 

                           ગુજરાત રાજ્યના ફિક્સ પગારદાર કર્મચારીઓ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો દિવાળી પર સુંદર ભેટ રૂપ વધુ એક નિર્ણય. ફિક્સ પગાર મેળવતા રાજ્યના તમામ કર્મચારીઓના પ્રવર્તમાન વેતનમાં 30 % જેટલો વધારો.તા.1 લી ઓક્ટોબર 2023 થી જ આ નિર્ણયનો અમલ થશે ,જ્યારે રાજ્યના 61,560 કર્મચારીઓને લાભ મળશે આ નિર્ણય નો . 

 

                           ગુજરાત સરકારના ફિક્સ પે ના કર્મચારીઓને દિવાળી પહેલા મોટી ભેટ આપી છે. ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં વધારાની જાહેરાત રાજ્ય સરકારે કરી છે. લાંબા સમયથી ફિક્સ પેના કર્મચારીઓને કોઈ પગાર વધારો આપવામાં આવ્યો ન હતો, તેથી હવે સરકારે ફિક્સ પેના કર્મચારીઓ માટે પગાર વધારાની જાહેરાત કરી છે. ટૂંક સમયમાં જ સરકાર તેની સત્તાવાર જાહેરાત કરી છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ફિક્સ પગારના કર્મચારીઓ માટે નિર્ણય કર્યો છે. કર્મચારીઓના પગારમાં 30 ટકાનો ફ્લેટ વધારો થયો છે. ૩૧ ઓક્ટોબરથી આ નવો પગાર વધારો અમલમાં આવશે. 1 ઓક્ટોબરથી તેનો અમલ થશે. 61 હજાર જેટલા ફિક્સ પેના કર્મચારીઓને તેનો લાભ મળશે. આ જાહેરાતથી કર્મચારીઓના પરિવારોમાં ખુશીનો માહોલ થશે. 

                           રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના ફિક્સ પગારના તમામ કર્મચારીઓના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યના ફિક્સ-પગાર આધારિત 61,560 કર્મચારીઓના પ્રવર્તમાન વેતનમાં 30 % જેટલો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની અમલવારી તા.1 લી ઓક્ટોબર 2023ની અસરથી કરવામાં આવશે.

 

નીચે પ્રમાણે જોએ કોને કેટલો વધારો મળિયો :- 

 

 

  • વર્ગ-3ના 4400 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 38,090 થી વધીને રૂ. 49,600 થશે.
  • વર્ગ-3 ના 4200 અને 2800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 31,340 થી વધીને રૂ. 40,800 થશે.
  • વર્ગ-3 ના 2400, 2000, 1900 અને 1800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 19,950 થી વધીને રૂ. 26,000 થશે. 
  • વર્ગ-4 ના 1650,1400 અને 1300 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 16,224 થી વધીને રૂ. 21,100 થશે.

 

                          આ નિર્ણયથી રાજ્ય સરકારની તિજોરી પર વાર્ષિક રૂ.548.64 કરોડ રૂપિયાનું ભારણ વધશે.આ ઉપરાંત કેન્દ્રીય સરકાર ના કર્મચારીઓને ૪ ટકા ડીએનો વધારો કર્યો તે વધારો રાજ્ય સરકાર ના કર્મચારીઓને પણ મળશે. હજુ રાજ્ય સરકારને‌ જુનું મોંધવારી ભથ્થુ આપવાનું બાકી છે તે એરીયર્સ સાથે આપવાની જાહેરાત રાજ્ય સરકાર ભવિષ્યમાં કરી શકે છે. જૂનું અને નવું બંને રાજ્ય સરકાર ભવિષ્યમાં આપશે.

One thought on “ફિક્સ પે કર્મચારીઓને દિવાળી પહેલા મોટી ખુશ ખબર 

  1. Hi! I sinply wish too ofder you a huge thumbs uup foor tthe greaqt
    info you hage right here onn thijs post. I amm cominjg badk tto
    your web siute for mmore soon.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *