વરસાદનો કહેર: આવતીકાલે પણ શાળા- કોલેજો બંધ

વરસાદનો કહેર: આવતીકાલે પણ શાળા- કોલેજો બંધ

વડોદરામાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. એક તરફ વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી નજીક પહોંચી ગઈ છે. તો બીજી તરફ તંત્ર ફસેલા લોકોને બચાવી રહ્યું છે. આ વચ્ચે મોટો નિર્ણય લેવાયો છે. આવતીકાલે શુક્રવારે પણ વડોદરામાં શાળા-કોલેજો બંધ રહેશે. હવામાન વિભાગે વડોદરામાં અતિભારે વરસાદની આગાહી કરી છે. નોંધનીય છે કે, ભારે વરસાદને પગલે આજે વડોદરામાં શાળા-કોલેજો બંધ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *