દુ:ખદ સમાચાર, રાજવી પરિવારમાં નિધન થયું
ગુજરાતના એક રાજવી પરિવારથી દુ:ખદ સમાચાર છે. ભાવનગરના મહારાજ કૃષ્ણકુમારસિંહજીના નાના પુત્ર શિવભદ્રસિંહજી ગોહિલનું નિધન થયું છે. તેમણે 91 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. તેમની તબિયત ઘણા સમયથી ખરાબ હતી. તેમના પાર્થિવ દેહને બોરતળાવમાં ભાવ વિલાસ પેલેસ ખાતે રખાશે. તેથી લોકો તેમના અંતિમ દર્શન કરી શકે. તેઓ કૃષ્ણકુમારસિંહજીના બીજા પુત્ર હતા. લોકો તેમને મહારાજકુંવર તરીકે ઓળખતા.