*વિશ્વ તમાકુ નિષેધ દિને કુમકુમ મંદિરના શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામીની નમ્ર અપીલ*

*વિશ્વ તમાકુ નિષેધ દિને કુમકુમ મંદિરના શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામીની નમ્ર અપીલ*
*તમાકુનું વ્યસન એટલે પૈસા અને ધનની બરબાદી. – સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ*

૩૧ મે એટલે વિશ્વ તમાકુ નિષેધ દિન. જેનો પ્રારંભ ૧૯૮૮ થી થયો છે.

આજના યુવાનો તમાકુ ખાતાં થયાં છે. જેના કારણે રોગો વધ્યાં છે.

વિશ્વમાં ૧૦૦ કરોડથી વધુ માણસો તમાકુનું સેવન કરે છે.

તમાકુના ખાવાના કારણે વિશ્વમાં ૮૦ લાખ માણસો દર વર્ષે મૃત્યુ પામે છે.

જે માણસોને કેન્સર થાય છે,તેમાં ૪૩ ટકા લોકોને તમાકુના કારણે કેન્સર થાય છે.

ભારતમાં નિત્ય સવાર ઉગે છે અને ૩ હજાર માણસો તમાકુના કારણે મૃત્યુને ભેટે છે.

તેથી આપણે તમાકુથી દૂર રહેવું જોઈએ.

તમાકુનું વ્યસન એટલે પૈસા અને ધનની બરબાદી.

શ્રી સ્વામિનારાયણ ભગવાને વ્યસનો સામે લાલબત્તી ધરતાં શિક્ષાપત્રીના ૧૮ મા શ્લોકમાં કહ્યું છે કે, કોઈપણ પ્રકારનું માણસે વ્યસન ના કરવું જોઈએ.

ખેતરમાં દરેક પાક થાય છે, તેના રક્ષણ માટે તેને વાડ કરવામાં આવે છે. માત્ર તમાકુના પાકને વાડ કરવામાં આવતી નથી. કારણ કે, તમાકુના પાકને ગધેડા પણ ખાતાં નથી.

આશ્ચર્ય છે ને ? જેને ગધેડા ના ખાય તેને માણસ ખાય…

જીવનમાં સુખી થવું હોય તો વ્યસન તજવા જોઈએ, અને ભગવાન ભજવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *