આ કેમ્પમાંથી સ્વિમિંગ શીખીને સારા ખેલાડીઓ તૈયાર થઈને રાજ્ય અને નેશનલ લેવલ સુધી પહોંચ્યા છે.
રાજપીપલા, તા.13
નર્મદાના વડાપ્રધાન રાજપીપળા ખાતે આવેલ ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ સંચાલિત
છોટુભાઈ પુરાણી મહાવિદ્યાલય સંચાલિત
તરણકુંડ ખાતે હાલ ઉનાળુ વેકેશનમાં સ્વિમિંગકોચિંગ કેમ્પ શરૂ થયો છે.જેમાંકોચ ઇંદ્રવદન જેડી ના માર્ગદર્શન હેઠળ પ્રશિક્ષકો દ્વારાકોચિંગ કેમ્પમાં તરવાની પદ્ધતિસરની તાલીમ આપવામાં આવે છે.
આ તરણકુંડમાં સ્વિમિંગ શીખવા માટે સવારે મોટી સંખ્યામાં બાળકો, યુવક યુવતીઓ, મોટેરાઓ ઉમટી રહ્યાં છે.
આ અંગે મુખ્ય કોચ ઇન્દ્રવદન જેડીએ જણાવ્યું હતું કે સ્વિમિંગ એક એવી કસરત છે જેનાથી શરીરના તમામ અંગોને ફાયદો થાય છે.એનાથી શારીરિક તંદુરસ્ત સારીરહે છે.
અહીંથી સ્વિમિંગ શીખીને સ્વિમિંગમાં કેટલાક સારા ખેલાડીઓ ચેમ્પિયન પણ થયાં છે.
આ સંસ્થા દ્વારા તૈયાર થયેલા સ્વિમિંગના ખેલાડીઓ તાલુકા જિલ્લા રાજ્ય કક્ષાએ અને નેશનલ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલ સુધી પણ પહોંચ્યા છે.ત્યારે અમારો આશય એ છે કે અહીંયાથી શીખીને સારા ખેલાડીઓ સ્વિમિંગમાં દેશનું નામ રોશન કરે.
જયારે પોતાના સંતાનને સ્વિમિંગ શીખવવા મોકલતા વાલી રમણસિંહ રાઠોડે પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે એકમાત્ર તરણ કુંડ આવેલું છે.એપ્રિલ મે મહિના માટે સ્વિમિંગ કેમ્પનું ખૂબ સુંદર આયોજન થયું છે બાળકો વેકેશનનો લાભ લઈ રહ્યા છે. સ્વિમિંગથી સારી કસરત પણ થાય છે.સ્વિમિંગનો બીજો ફાયદો એ છે કે તમે કોઈ પીકનીક, ડેમ કે નદી કિનારે ગયા હોય તો જો તમને તરતા આવડતું હોય તો પોતાનેઅને બીજાને બચાવી શકો છો.તેમણે નર્મદા જિલ્લા માં મોટુ તરણ કુંડ બને અનેબારે માસ ચાલે એવી પણ માંગ કરી હતી.
જયારે બાળકો આ સ્વિમિંગ કેમ્પમાથી ઘણું શીખ્યા છે અને સ્વિમિંગ ચેમ્પિયન બનવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી.
જોકે આ કે સ્વિમિંગ કેમ્પ માત્ર બે મહિના એપ્રિલ મે માંજ ચાલે છે. પણ લોકો ઈચ્છે છે કે તંત્ર દ્વારા રાજપીપળા ખાતે બારે માસ સ્વિમિંગ કેમ્પ ચાલે એવો મોટો તરણ કુંડ ભાઈઓ અને બહેનો માટે અલગ બને એવી પણ માંગ ઉઠી છે. નર્મદાનો સ્પોર્ટ કોમ્પ્લેક્ષ અને જિલ્લા રમતગમત વિભાગ આ દિશામાં સનિષ્ઠ પ્રયાસ કરે એવી લોકમાંગ છે.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા