ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ વિભાગ દ્વારા જરૂરીયાતમંદ બહેનોને નવા કપડાનું વિતરણ કર્યુ હતુ. આ કાર્યક્રમમાં ૫૦ થી વધુ બહેનોને તેમની જરૂરીયાત મુજબ કપડા આપવામાં આવ્યા હતા. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે પ્રતિભાવ આપતા કહ્યું હતુ કે વિદ્યાર્થીઓને યુવાવસ્થાથીજ સેવાકીય પ્રવૃત્તિઓમાં જોતરવા જોઈએ. જેથી એક બીજા પ્રત્યેની માનવ સંવેદના તથા અનુકંપા અનુભવી શકે. સામાજીક રીતે દરેક વ્યક્તી સાથે સમદ્રષ્ટિ રાખી તેમની સાથે વ્યવહાર તથા વર્તન કરવુ જોઈએ. એચ.એ.કોલેજનું એન.એસ.એસ. યુનીટ સમગ્ર વર્ષ દરમ્યાન આવી અનેકવિધ પ્રવૃત્તિઓ કરી સામાજીક નિસ્બત રાખી સેવાનું કાર્ય કરે છે જે આવકારદાયક તથા પ્રસંશનિય છે.