ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલ દ્વારા આગામી સમયમાં યોજનાર લોકસભાની ચૂંટણી અનુસંધાનમાં “ચૂંટણી એક મહાપર્વ “ વિષય ઉપર વક્તવ્ય રાખવામાં આવ્યુ હતુ. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે લોકશાહી દેશમાં ચૂંટણી મહત્વની પ્રક્રીયા હોય છે. દેશનો વિકાસ,પ્રગતી તથા દીશા નક્કી કરવા માટે મતદારોએ પોતાની સમજણ તથા આત્માના અવાજને અનુસરીને અવશ્યરીતે મતદાન કરવુ જોઈએ. ભારત એ વિશ્વની સૌથી મોટો લોકશાહી દેશ છે. ભારતના બંધારણમાં પણ ચૂંટણીનો સમાવેસ કરવામાં આવ્યો છે. દેશના દરેક નાગરીકની ફરજ છે કે તે મતદાન કરે અને તે તેનો અધિકાર પણ છે. ભારતના એક જાગૃત નાગરીક તરીકે આપણે મતદાન કરવાનો પ્રચાર તથા પ્રસાર પણ કરવો જોઈએ જેથી ભારતનું ભાવી ઉજળુ બની શકે.