જગતમાં એક જ જન્મ્યા રે જેણે , રામને ઋણી રાખ્યા (૨)
રામને ઋણી રાખ્યા જગતમાં પ્રભુને ઋણી રાખ્યા …
જગતમાં એક જ જન્મ્યા રે…..(૧)
સેવક થઈને સેવા રે કીધી જેણે, ફળ કદી ના માંગ્યા (૨)
ફળ કદી ના માંગ્યા હંમેશા પ્રભુજીને રૂદિયે રાખ્યા
જગત મા એક જ જન્મ્યા રે…..(૨)
કષ્ટ સહ્યા બહુ કામ કીધા પ્રભુ , રામને રાજી રાખ્યા (૨)
રામને રાજી રાખ્યા પલે પલ પ્રભુજીને પાસે રાખ્યા
જગતમાં એક જ જન્મ્યા રે …..(૩)
મોટા મોટા અસુર મળ્યા એને, પલમા મારી નાખ્યાં (૨)
પલમાં મારી નાખ્યાં પ્રભુના નામને અમર રાખ્યા
જગતમાં એક જ જન્મ્યા રે……(૪)
વિપત પડી ત્યારે વારે આવ્યા, સેવક ગુણ શોભાવ્યા (૨)
સેવક ગુણ શોભાવ્યા જયારે સંજીવની લઈ આવ્યા
જગતમાં એક જ જનમ્યા રે…..(૫)
જ્ઞાન અને ગુણના એ સાગર , સાગર પાર જઈ આવ્યા (૨)
સાગર પાર જઈ આવ્યા માતા સીતાનો સંદેશ લાવ્યા
જગતમાં એક જ જન્મ્યા રે…..(૬)
માતા સીતાની ચિંતા કીધી , સમુદ્ર લાંઘી આવ્યા (૨)
સમુદ્ર લાંધી આવ્યા લંકામાં ડંકો વગાડી આવ્યા
જગતમાં એક જ જન્મ્યા રે…..(૭)
અતુલિત બળના ધામ ગણાતા, પ્રભુ રામને માટે જાતા(૨)
રામને માટે જાતા હરિના કામને માટે જાતા
જગતમાં એક જ જન્મ્યા રે…..(૮)
દૂત બનીને રામ તણા એતો , ત્રણેય લોક ઉગાર્યા (૨)
ત્રણેય લોક ઉગાર્યા જગતના દુષ્ટોને પડકાર્યા
જગતમાં એક જ જન્મ્યા રે…..(૯)
અષ્ટ સિદ્ધિ નવનિધી ના દાતા પવનપુત્ર પૂજાતા
પવનપુત્ર પૂજાતા જેની અંજની છે જન્મદાતા
જગતમાં એક જ જન્મ્યા રે…..(૧૦)
મહાવીર બળવાન તમે છો ,જય જય બજરંગબલી (૨)
ગુંજે નાદ ગગનમાં જેનો નગર ગામ કે ગલી
જગતમાં એક જ જન્મ્યા રે…..(૧૧)
કુમતિ નિવાર સુમતિ ના દાતા, તમે છો ભાગ્યવિધાતા (૨)
તમે છો ભાગ્ય વિધાતા જગતના વિદ્યાવાન ગણાતા
જગતમાં એક જ જનમ્યા રે…..(૧૨)
ચિરંજીવી છો સકળ તિરથ છો, ચતુર ગુણ ભંડાર (૨)
ચતુર ગુણ ભંડાર કરો છો ભક્તજનો ને ભવ પાર
જગતમાં એક જ જન્મ્યા રે…..(૧૩)
કષ્ટભંજન દેવ તમે છો, શરણું પાવનકારી રે… (૨)
શરણું પાવન કારી નકુમ ના નાથ છો બ્રહ્મચારી
જગતમાં એક જ જન્મ્યા રે…..(૧૪)
( હનુમાન જયંતીના પાવન પર્વ નિમિત્તે
રચના – જીતેન્દ્ર વીરસિંહ નકુમ , અમદાવાદ )
તારીખ – 24-4-2024