કોંગ્રેસ – મુસ્લિમ તુષ્ટિકરણ વિચારધારા. – કાનન ત્રિવેદી.

એક મા ને બે સંતાન હોય તો એક વહાલું અને એક દવલું હોય ? ન હોય… માને બંને સંતાન સરખા જ વહાલા હોય
પરંતુ, આપણા દેશમાં કોંગ્રેસ પક્ષ માટે દેશના તમામ નાગરિક સમાન નથી.
હા, લોકસભા ચુંટણી 2024 ના કોંગ્રેસના આ વખતના ઘોષણા પત્રને જુઓ
તેમાં લખેલું છે…સ્પષ્ટ રીતે લખેલું છે.

– જેની જેટલી સંખ્યા, એનો એટલો અધિકાર

– “અંગત કાયદા” નું રક્ષણ કરશે

– મૌલાના આઝાદ શિષ્યવૃત્તિનો ફરીથી અમલ કરશે.

– મુસ્લિમો માટે લોનની શરતો સરળ બનાવશે

– શાળા/કોલેજમાં સ્વૈચ્છિક ડ્રેસ કોડ હશે
(શાળામાં ડ્રેસ કોડ જ હોઈ શકે, ત્યાં કોઈ સ્વૈચ્છિક ડ્રેસ {હિજાબ} ન જ ચાલે)

જો ભારત બિનસાંપ્રદાયિક છે તો પર્સનલ લો નહીં પણ સમાન નાગરિક કાયદો હોવો જોઈએ.
પણ, કોંગ્રેસનો આ દ્રષ્ટિકોણ નથી. દશકોથી કોંગ્રેસ લઘુમતી કોમનું તુષ્ટિકરણ કરતી આવી છે. 1940 ના દશકમાં ગાંધી નેહરુએ મજહબના નામ ઉપર મુસ્લિમોને અલગ દેશ બનાવી આપ્યો
ત્યારથી આજ દિન સુધી… હંમેશા સનાતન સમાજના હિતને અવગણી મુસ્લિમોનું તુષ્ટિકરણ કરતી આવી છે.

હાલમાં જ કોંગ્રેસે બિલકુલ સ્પષ્ટ રીતે કહ્યું કે,
“જેની જેટલી સંખ્યા (વસ્તી), એનો એટલો અધિકાર.”

ચાલો તેનો અર્થ સમજીએ.

તમે એક લાખ કમાઓ છો અને બે બાળકો છે,
એ વીસ હજાર કમાય છે અને 10 બાળકો હશે.

કોંગ્રેસ સરકાર 12 બાળકો વચ્ચે આ એક લાખ વીસ હજાર રૂપિયાનું વિતરણ કરશે.

તમને વીસ હજાર મળશે, તેમને એક લાખ મળશે.

કારણ કે, વસ્તી મુજબ, અધિકાર છે.
આ હું નહીં…કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો આ કહી રહ્યો છે.

હમણાં થોડા સમય પહેલાં જ કર્ણાટકમાં “સંપત્તિ પુનઃવિતરણ”ના નામે કોંગ્રેસ સ્ટાઈલમાં મુસ્લિમ તુષ્ટિકરણ થયું છે. પશુ કલ્યાણના હેતુ માટે હિન્દુ પરિવાર દ્વારા દાનમાં આપવામાં આવેલી જમીન વકફ બોર્ડને ટ્રાન્સફર કરવામાં આવી છે
અને કર્ણાટકના મુખ્યમંત્રી ખુદ પોતાના જ વ્યક્તવ્ય માં આ વાત બોલે છે.

આ બિનસાંપ્રદાયિક છે –
મનમોહન સિંહ: “દેશના સંસાધનો પર પહેલો દાવો મુસ્લિમનો હોવો જોઈએ”

આ સાંપ્રદાયિક છે –
નરેન્દ્ર મોદી: “અમે તમારી મહેનતની કમાણી રોહિંગ્યા/ઘુસપઠિયાને જવા દઈશું નહીં”

ચાલો, એક આડવાત કરું
શું તમે ક્યારેય ફરજિયાત ડિપોઝિટ સ્કીમ વિશે સાંભળ્યું છે?

1974 માં, દરેક કરદાતાએ આવકનો 4-8% હિસ્સો સરકારમાં જમા કરાવવો પડતો

ત્યારે મુખ્ય આર્થિક સલાહકાર હતા…ડૉ.મનમોહન સિંહ

અને હા, ટોચનો ટેક્સ દર ત્યારે 97% હતો
તેથી આવશ્યકપણે કરનો દર ~97%+8% = 105% હતો

કોંગ્રેસ ભૂતકાળમાં બે વખત આવું કરી ચૂકી છે અને ફરી પણ કરશે.
ફરજિયાત ડિપોઝિટ સ્કીમ એક્ટ યાદ કરજો

તેથી પ્રિય હિંદુઓ, તમે સૂઈ શકો છો અથવા વેકેશન પર જઈ શકો છો,
પરંતુ યાદ રાખજો…જો કોંગ્રેસ સત્તા ઉપર આવશે, તો તમારો ટેક્સ તમને કાયમ માટે ખતમ કરી દેશે.

ચાલો, બે વર્ષ પાછળ જઈએ
વર્ષ 2022
રાજસ્થાનમાં 33 જિલ્લા છે.

33 જિલ્લામાં 33 સરકારી મુસ્લિમ હોસ્ટેલ બનાવવા કોંગ્રેસ કાર્યરત રહી
(તમામ હોસ્ટેલ ત્રણ માળની સંપૂર્ણ એસી હોસ્ટેલ)

આ તમામ મુસ્લિમ હોસ્ટેલ મંદિરની જમીન અથવા ગોચર જમીન પર બનાવવામાં આવી રહી હતી અને
આ તમામ હોસ્ટેલ હિન્દુ વસાહતોની વચ્ચે બનાવવામાં આવી રહી હતી.
(જો ત્રણ ત્રણ માળની મુસ્લિમ હોસ્ટેલ કાર્યરત થાત, તો સૌથી પહેલા નજીકના મંદિરોની પૂજા-અર્ચના બંધ કરવાનો આદેશ આપવામાં આવત, કારણ કે મંદિરના ઘંટ અને પૂજાથી લઘુમતીઓની ભાવનાઓને ઠેસ પહોંચી શકે છે.)
આ વાત ની ખાતરી કરવી હોય તો રાજસ્થાનના સીકર જિલ્લાના સબલપુરામાં ગોવિંદ દેવજીની ગોચર જમીન પર બનેલી ત્રણ માળની મુસ્લિમ (લઘુમતી) હોસ્ટેલ ની મુલાકાત લેજો. મંદિરથી 500 મીટરના અંતરે મંદિરની ગોચર જમીન પર આ નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું.

રાજસ્થાનમાં મુસ્લિમ (લઘુમતી) વોટ માત્ર 9% છે જ્યારે જાટ વોટ 18% છે, તો પછી આ છાત્રાલયો માત્ર મુસ્લિમો માટે જ બનાવવા કોંગ્રેસે કેમ વિચાર્યું ?? જાટ, પ્રજાપતિ, રાજપૂત, યાદવ વગેરે સૌ માટે કેમ નહીં ?

મહેરબાની કરીને વિચારજો અને મતદાન કરજો અને આવનારી પેઢીઓને ભાવિ સંકટમાંથી બચાવજો.