ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના વિદ્યાર્થી અકુલ પંચાલ નાગપુર મુકામે યોજાયેલ ઇન્ટર યુનિવર્સિટી યુથ ફેસ્ટીવલ કોમ્પીટીશનમાં હાર્મોનીયમના ક્લાસીકલ ઇન્સ્ટ્રુમેન્ટ નોન પરકશનમાં ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો હતો. ત્યારબાદ સમગ્ર દેશની યુનિવર્સિટીઓના યુથ ફેસ્ટીવલના વિજેતાઓની રાષ્ટ્રીય સ્પર્ધા પંજાબ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી , લુંધીઆના મુકામે યોજાયેલ હતી.આ સ્પર્ધામાં ગુજરાત યુનિવર્સિટીના પ્રતિનિધિત્વ કરતા અને એચ.એ.કોલેજના વિદ્યાર્થી અકુલ પંચાલ સમગ્ર દેશમાંથી બીજો નંબર પ્રાપ્ત કરીને એચ.એ.કોલેજનું નામ રોશન કર્યુ છે. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે પ્રતિભાવ આપતા કહ્યું હતુ કે જીએલએસ મેનેજમેન્ટના એક્ઝીક્યુટીવ વાઈસ પ્રેસીડન્ટ સુધીરભાઈ નાણાવટીનો સહકાર તથા મદદથી કોલેજને વિવિધ સિધ્ધીઓ મળી રહી છે. એચ.એ કોલેજ એકેડેમીક, સાંસ્કૃતિક તથા સ્પોર્ટ્સ ક્ષેત્રે ખ્યાતી પ્રાપ્ત કરી સમાજમાં વિશેષ સ્થાન ઉભુ કર્યુ છે.
એચ.એ કોલેજના વિદ્યાર્થીએ રાષ્ટ્રીય લેવલે સિધ્ધી પ્રાપ્ત કરી.
