આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ દિવ્ય અને વિકસિત ભારત – 2047 નિર્માણનો સંકલ્પ તેમજ રાજ્યના મુદ્દુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ SOE અંતર્ગત સરકારશ્રી દ્વારા પ્રાથમિક શાળાઓના ઓરડાઓનું બાંધકામ, કુમાર તથા કન્યા માટે અલગ અલગ શૌચાલયની સુવિધાઓ, પાણીની પરબ તથા સ્કૂલ કમ્પાઉન્ડ વોલ જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવે છે જે અંતર્ગત આજ રોજ ગાંધીનગર શહેરની નવા કોબા પગાર કેન્દ્ર શાળાના નવીન મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
આ શુભ પ્રસંગે કોર્પોરેટર અને દંડક શ્રીમતી તેજલબેન નાયી, શ્રીમતી મીરાબેન પટેલ, શ્રી પોપટસિંહ ગોહિલ તથા શ્રી મહેન્દ્રભાઈ પટેલ તથા કોબા ગામના પૂર્વ સરપંચ અને સામાજિક અગ્રણી એવા યોગેશભાઈ નાયીની ઉપસ્થિતિમાં શાળાની બાળાઓ દ્વારા પૂજા વિધિ કરવામાં આવી હતી.
આ ઉપરાંત ગુજરાત ના ઉચ્ચ અને ટેકનિકલ માન. શ્રી ઋષિકેશ ભાઈ પટેલ સાહેબ, માનનીય શિક્ષણ મંત્રી શ્રી કુબેર ડીંડોર સાહેબ અને રાજ્ય કક્ષા ના શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયા સાહેબનો ખુબ ખુબ આભાર.
ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી જે એન વાઘેલા સાહેબ, મેયર હિતેશભાઈ મકવાણા સાહેબ, પ્રમુખ શ્રી રુચિરભાઈ ભટ્ટ,ડે. મેયર શ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટે. ચેરમેન શ્રી જશવંતભાઈ પટેલ, મહામંત્રી શ્રી ગૌરાંગભાઈ પટેલ, મહામંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, મહામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને મહાનગરપાલિકાના તમામ સદસ્યશ્રીઓ નો આભાર .
ગાંધીનગર જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી ડૉ.બી એન પ્રજાપતિ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પિયુષભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકા વોર્ડ- 10 ના પ્રમુખ શ્રી મનીષભાઈ પટેલ શ્રી રાજભા વાઘેલા તથા શ્રી જૈમીનભાઇ વૈદ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ શુભ પ્રસંગે SMCના સભ્યો, ગામના વડીલો આગેવાનો યુવાનો તથા શાળા શિક્ષકો તથા બાળકો જોડાયા હતા. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી દ્વારા તમામ ઉપસ્થિત અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીનો આભાર.