દિવંગત ગાયક સિદ્ધુ મૂસેવાલાની માતાએ પુત્રને જન્મ આપ્યો
દિવંગત ગાયક સિદ્ધુ મૂસેવાલાની માતાએ પુત્રને જન્મ આપ્યો છે. સિદ્ધુના પિતા બલકૌર સિંહે તેમના પુત્રની તસવીર શેર કરી છે. પુત્રની તસવીર શેર કરતા તેમણે લખ્યું કે, શુભદીપને પ્રેમ કરનારા લાખો આત્માઓના આશીર્વાદથી, ભગવાને શુભના નાના ભાઈને અમારા ખોળામાં આપ્યો છે. ઈશ્વરના આશીર્વાદથી પરિવાર સ્વસ્થ છે અને તમામ શુભેચ્છકોના અપાર પ્રેમ બદલ હું આભારી છું.’