જામનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે પૂનમબેન માડમની સતત ત્રીજી વાર પસંદગી થતા કાર્યકરોમાં ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો

જામનગર
સંજીવ રાજપૂત

પૂનમબેન માડમની પસંદગી થતા ઉત્સવનો માહોલ

જામનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે પૂનમબેન માડમની સતત ત્રીજી વાર પસંદગી થતા કાર્યકરોમાં ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો..

પૂનમબેનની પસંદગીની જાહેરાત થતા જ તેમના નિવાસ સ્થાને મોટી સંખ્યામાં કાર્યકરો પહોંચ્યા હતા અને ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કર્યો હતો અને અભિનંદન પાઠવ્યા હતા તો બીજી તરફ ભાજપ કાર્યાલય ખાતે પણ કાર્યકરોનો જમાવડો એકત્ર થયો હતો અને એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા.

પૂનમબેન માડમ દ્વારા પણ લોકસભાની બેઠક માટે તેમની પસંદગી થતા તમામ પદાધિકારીઓ, જામનગરવાસીઓ, તમામ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *