નર્મદા પરિક્રમામાં પહેલીવાર હવે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ
કર્મચારીઓની ટીમ સાથે ડિટેક્ટર હાઉસના મશીનો ગોઠવવામાં આવ્યા
આવનાર અને જનાર પરિક્રમાવાસીઓની સંખ્યા નોંધવા માટે બે અલગઅલગ પોર્ટેબલ મેટલ ડિટેક્ટર ગોઠવવામાં આવ્યા છે.
અહીંયા આવતા જતા પરિક્રમાંવાસીઓની સંખ્યા નોંધાઈ રહી છે.
ઠેરઠેર સીસીટીવી કેમેરા ગોઠવાયા
રાજપીપલા, તા 31
પંચકોષી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ થઈ ચુક્યો છે. ત્યારે લાખોની સંખ્યામાં ઉમેરતા પરિક્રમાવાસીઓ માટે તંત્ર દ્વારા આ વખતે ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં
ખાસ કરીને ડિજિટલ ટેકનોલોજી નો પણ સરસ રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે.કર્મચારીઓની ટીમ સાથે ડિટેક્ટર હાઉસના મશીનો ગોઠવવામાં આવ્યા છે. જેમાં આવનાર અને જનાર પરિક્રમાવાસીઓની સંખ્યા નોંધવા માટે બે અલગઅલગ પોર્ટેબલ મેટલ ડિટેક્ટર ગોઠવવામાં આવ્યા છે. જેનાથી અહીંયા આવતા જતા પરિક્રમાંવાસીઓની સંખ્યા નોંધાઈરહી છે.
તિલકવાડા તરફથી આવતા શહેરાવ ઘાટ ખાતે અઢી કરોડના ખર્ચે કામ ચલાઉ નવો બ્રિજ બનાવવામાં આવ્યો છે.જેની આજુબાજુ સીસીટીવી કેમેરા સાથે એક વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે.
અહીંયા આવતા જતા પરિક્રમાંવાસીઓની સંખ્યા નોંધાઈ રહી છે.જેમાં ખાસ કરીને કર્મચારીઓની ટીમ સાથે ડિટેક્ટર હાઉસના મશીનો ગોઠવવામાં આવ્યા છે.અહીં આવનાર અને જનાર પરિક્રમાવાસીઓની સંખ્યા નોંધવા માટે બે અલગઅલગ પોર્ટેબલ મેટલ ડિટેક્ટર ગોઠવવામાં આવ્યા છે. એક ડિટેક્ટર કેટલા પરિક્રમાવાસીઓ આવ્યા તેની નોંધ કરે છે. અને બીજું ડિટેક્ટર કેટલા પરિક્રમાવાસીઓ પરિક્રમાં કરીને પરત ગયા તેની નોંધ કરે છે. આ ના ગેટમાંથી પસાર થાય ત્યારે એનો અવાજ પણ આવે છે.શનિ રવિની રજામાં અને સોમવાર એમ ત્રણ દિવસમાં 35 હજાર જેટલાં પરિક્રમા વાસીઓ મુલાકાત લઈ ચુક્યા છે
અત્યાર સુધી દર વર્ષે પરિક્રમાઓની સંખ્યા આશરે ગણવામાં આવતી હતી પરંતુ આ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ ડિજિટલ ટેકનોલોજીને કારણે સાચી સંખ્યા નોધી શકાશે અને પ્રવાસીઓની સંખ્યાને કારણે તંત્રને તેની વ્યવસ્થા કરવાની પણ સારી સમજ પડી શકેએ હેતુ પણ પાર પડી રહ્યો છે.
વોક થ્રુ :દીપક જગતાપ,
રિપોર્ટ :દીપક જગતાપ,રાજપીપલા