હર્ષ સંઘવીની મોટી જાહેરાત
કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે વિધાનસભામાં વસ્તીના ધોરણે અમદાવાદ પોલીસની ઘટ કેટલી છે, સવાલ પૂછ્યો હતો. જવાબમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, પોલીસ પબ્લિક રેશિયો જળવાય તે માટે નવી ભરતી થશે. આવનારા સમયમાં ગુજરાત પોલીસમાં 11,000 નવી ભરતી થશે. જેમાં નવા 597 PSI, 6600 કોન્સ્ટેબલ અને SRPની ભરતી થશે. છેલ્લા બે વર્ષમાં પોલીસમાં 12,816 જગ્યા પર ભરતી થઈ છે. દેશમાં ગુજરાત ક્રાઈમ રેટમાં 33માં ક્રમે છે.