“ડૂબેલા દ્વારકા શહેરમાં પ્રાર્થના કરવી એ ખૂબ જ દિવ્ય અનુભવ”
PM મોદી આજે દ્વારકાના દરિયામાં ઉતર્યા હતા. તેઓએ પંચકુઇ વિસ્તારમાં સ્કૂબા ડાઈવિંગ કરીને પૌરાણિક દ્વારકા નગરીના અવશેષો નિહાળ્યા હતા. તેમણે આ અનુભવ X પર તસવીરો સાથે શેર કર્યો છે. તેમણે લખ્યું કે, પાણીમાં ડૂબેલા દ્વારકા શહેરમાં પ્રાર્થના કરવી એ ખૂબ જ દિવ્ય અનુભવ હતો. હું આધ્યાત્મિક ભવ્યતા અને કાલાતીત ભક્તિના પ્રાચીન યુગ સાથે જોડાયેલ અનુભવું છું. ભગવાન શ્રી કૃષ્ણ આપણા સૌનું ભલું કરે.