‘દંગલ’ ફિલ્મની અભિનેત્રીનું નિધન
આમિર ખાનની દીકરીનો રોલ કરીને દંગલ ગર્લ તરીકે ફેમસ થયેલી સુહાની ભટનાગરનું માત્ર 19 વર્ષની વયે અવસાન થયું હતું. થોડા સમય પહેલા તેમનો અકસ્માત થયો હતો. સારવાર દરમિયાન લીધેલી દવાઓની આડઅસરને કારણે તેમનું આખું શરીર પાણીથી ભરાઈ ગયું હતું અને તેમની એઈમ્સમાં સારવાર ચાલી રહી હતી. સુહાનીએ ‘દંગલ’માં બબીતા ફોગટનું બાળપણનું પાત્ર ભજવ્યું હતું. ‘બાપુ સેહત કે લિયે’ ગીતમાં તેના અભિનયથી બધા પ્રભાવિત થયા हता.