રણચંડી બનેલી મહિલાઓએ પાલિકા કચેરીએ હોબાળો મચાવી માટલા ફોડ્યા..

રાજપીપલામાં પાણીનો કકળાટ ”
…………………………………
વિશેષ અહેવાલ :દીપક જગતાપ
…………………………………

રાજપીપળા નગરપાલીકા માં પાદરીયા વાડી ફળિયાની મહીલાઓ પાણી પ્રશ્ને નગરપાલિકા કચેરીએ કર્યો હલ્લાંબોલ

રણચંડી બનેલી મહિલાઓએ પાલિકા કચેરીએ હોબાળો મચાવી માટલા ફોડ્યા..

ઉનાળા આવે તે પહેલા જ રાજપીપલામાં પાણીનો કકળાટ શરૂ થયો

પાદરીયા વિસ્તાર માં છેલ્લા 15 વર્ષથી પાણીની સમસ્યા
છતાં પાલિકા તંત્રની કોઈ કાર્યવાહી નહી
પાલિકા તંત્ર સામે કર્યા ગંભીર આક્ષેપો


રાજા રજવાડા વખતની કટાઇ ગયેલી જૂની પાઇપ લાઈન બદલી નવી નાખવાની માંગ

રાજપીપળા, તા.9

નર્મદાની એકમાત્ર રાજપીપલાનગર પાલિકા પાસે હાલ ભાજપાનું શાશન છે ખાસ કરીને વર્ષોથી નગરને પાણીનો પ્રશ્ન સતાવતોરહ્યો છે ખાસ કરીનેનગરના બોરફેલ જાય છે, કરજણ નદીમાંથી ફિલ્ટર કરીને શુદ્ધ પીવાનું પાણી આપવા માટે બનાવેલી કરોડૉ ની યોજના પણ ફેલ ગઈ છે. હવે ઉનાળો નજીક આવતા રાજપીપલા નગરમાં ફરીએક વારા પાણીની બૂમો ઉઠવા પામી છે.
ખાસ કરીને રાજા રજવાડા વખતની પીવાના પાણીની પાઇપ લાઈનો કટાઇ ગઈ હોવાથી વારંવાર પાણી લીકેજ થવાથી છેલ્લા 15વર્ષથી પાદરીયાની વાડી પાસેના વિસ્તારના લોકોના ઘરોમાં પાણી આવતું ન હોવાથી મહિલાઓ રણચંડી બની નગરપાલિકા કચેરીએ મોરચો માંડી હલ્લાબોલ કરી માટલા ફોડયા હતા.

પાદરીયાની વાડી પાસેના વિસ્તાર માં છેલ્લા 15 વર્ષથી પાણીની ગંભીર સમસ્યા હોવા છતાં નગરપાલિકાના સત્તાધીશોનું પેટનું પાણી હાલતુ નથી. હાલ શિયાળો વિદાય લઈ રહ્યો છે ઉનાળાની શરૂઆત થાય તે પહેલાજ પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે
વાત આશાપુરી મન્દિર પાસે આવેલ પાદરિયાની વાડી પાસેના વિસ્તારની છે.અનેક ઘરોમાં પીવાનું પાણી ન આવતી હોવાની બૂમો ઉઠવા પામી છે.છેલ્લા 15 વર્ષથી આ કાયમી સમસ્યા ન ઉકેલી શકનાર રાજપીપલા નગર પાલિકાના સત્તા ધીશોને પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં કોઈ રસ ન હોય એમ ઉપર છલ્લી કામગીરી કરી પ્રજાને મૂર્ખ બનાવતા પાલિકા સત્તાધીશો નું સૂચક મૌન પ્રજાને આકળાવી રહ્યુ છે.

આ વખતે ફરી પાણી ના આવતા ત્રસ્ત મહિલાએ અને રહીશોએ હોબાળો મચાવ્યો હતો અને પાલિકા કચેરીએ જઈ માટલા ફોડી સુત્રોચાર કરી દેખાવો કર્યા હતા. અને ચીફ ઓફિસર ની કચેરીએ જઈ હલ્લાંબોલ કરી ચીફ ઓફિસર રાહુલ ધોડિયાનો રીતસરનો ઉધડો લીધો હતો.
આ અંગેરહીશ ભામીની બેન રામીએ જણાવ્યું હતું કે અમારે પાણીની એટલી ગંભીર સમસ્યા છે કે પાણીનો નળ પલળતો નથી.નળમાં પાણી આવતું જ નથી.છેલ્લા 5-7વર્ષથી નગરપાલિકા રોડ બનાવવા માં પડી છે જેમાં ખત્રી વકીલના ઘર પાસેથી નીચે જયંતીભાઈ ના ઘર સુધી ની પાઇપ લાઈનો કટાયેલી અને તૂટેલી છે.એટલે પાણી લીકેજ થાય છે જયારે ફરિયાદ કરે ત્યારે પાલિકા કર્મચારીઓ તૂટેલી પાઇપોને પ્લાસ્ટિકની કોથળીઓ ઉપર રબર બાંધીને જતા રહે છે.વર્ષોથી આ પ્રશ્ન હલ થતો નથી અને જૂની પાઇપો બદલતા નથી જેથી પાણી નળમાં આવતું નથી

નગરપાલિકા માં રજુઆત કરતા એન્જીયરને તપાસ માટે મોકલી આપ્યા.એન્જીનીયર આવી ને ગયા. ફળીયામાં ખાડો ખોદીને ગયા છે હજી સુધી આ પાઇપ લાઈન રીપેર કરવા કોઈ ફરક્યું નથી.અહીં

કુસુમબેન રામી નામની ગૃહિણી મહિલાએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે મારાં ઘરમાં પહેલા પાણી આવતું હતું પણ છેલ્લા 5-7 વર્ષથી ઘરની બહાર ઓટલા પરથી પાણી લેવું પડે છે.અહીંથી પણ બે ડોલ જેટલું પણ પાણી ભરાતું નથી. કોઈ સભ્યો ધ્યાન નથી આપતાં.તેથી અમારે ના છૂટકે પાલિકા કચેરીએ માટલા ફોડવાની ફરજ પડી હતી

તો શેરીના રહીશ કમલેશ ચૌહાણે જણાવ્યું હતું કે 15 વર્ષથી અમારી પાણીની સમસ્યા છે આ લોકોનેલેખિત મૌખિક રજુઆત કરીને અમે થાકી ગયા છીએ . અમારા વિસ્તારમાં જે બોર કર્યા છેતે બબ્બે વાર બન્ને બોર ફેલ ગયા છે. અમે સમયસર અમે વેરો ભરીએ છીએ છતાં પણ અમને પાણી નથી આપતા.પાઇપો કહોવાઈ ગઈ છે અંદર ફુવારા ઉડે છે. જૂની પાઇપો કાઢી નવી પાઇપો નાખવાની જરૂર છે.
અને કચરો પણ ગટરનો અમારા ઘરમાં આવે છે. નગરપાલિકા ના કર્મચારી કચરો લેવા પણ આવતા નથી.

આ અંગે વોર્ડ 1ના પાલિકા સદસ્ય સોલન્કી મંજુર ઇલાહીનો સંપર્ક કરતાએમની સાથે વાત કરી. જેમાંએમના જણાવ્યા અનુસાર
મને જાણવા મળ્યું કે આ વિસ્તારમાં પાણીનો પ્રશ્ન છે અમે અહીં નીચે લીલોડિયા ફળીયા માં અને ઉપર ટીચર્સ સોસાયટી પાસેબે વખત બોર કરેલા પણ આ બન્ને બોર ફેલ થઈ ગયા છે.હાલ પાણીના બમ્બા દ્વારા પાણી આપશું.અને સત્વરે પ્રશ્ન હલ કરવાની લોલીપોપ તો આપી છે પણ હજી પાણી આવ્યું નથી.
તો બીજા કોર્પોરેટર ઇસ્માઇલ મન્સૂરીએ જણાવ્યું હતું મને ગઈ કાલે જ જાણ થઈ છે. મેં આ પ્રશ્ન હલ કરવા નગરપાલિકા પ્રમુખ ને જાણ કરી છે પાલિકા સદસ્યે કબૂલાત કરતા જણાવ્યું હતું કે પાઇપ લાઈનો સડી ગઈ છે. વહેલી તકે નવી પાઇપ લાઈન નાખી આપે.જેથી કાયમી પ્રશ્ન હલ થશે. પાલિકા નવી પાઇપ ક્યારે લાવશે અને ક્યારે નાખશે એ તો ભગવાન જાણે પણ હાલ તો સમારકામ શરૂ કરી દીધું છે અને પાણી આવતું થઈ જશે એવું આશ્વાસન આપી રહ્યા છે.
આ અંગે અમે નગર પાલિકા વિરોધ પક્ષના નેતા શાહી હીનૂર પઠાણનો સંપર્ક કરતા આ મહિલા કોર્પોરેટરે જણાવ્યું હતું બે દિવસથી પાણી ની સમસ્યા અંગેની માહિતી મને મળી છે. મને તપાસ કરતા જાણવા મળ્યું છે કે અહીં વર્ષો જૂની પાઇપો હોવાથી પાણીનો લિકેજનો ઘણા વર્ષથી પ્રશ્ન છે.અહીં બે વાર બોર કરાવેલા પણ બન્ને બોર ફેલ ગયા છે હું ચીફ ઓફિસર અને પ્રમુખ ને રજૂઆત કરું છું કે પ્રજા ને વહેલી તકે પાણી મળે.રાજા રજવાડા વખતથી જૂની સડી ગયેલી પાઇપ લાઈન કાઢી નાખી નવી પીવીસી પાઇપ નાખે. અને હવે જયારે નવી બોર્ડ મિટિંગ થશે ત્યારે નવા બોરની માંગણી કરીશ.

આ અંગે નગર પાલિકાના ચીફ
ઓફિસર રાહુલ ઢોડિયાએ કબૂલ કર્યું હતું અહીંયા ઘણા વર્ષથી પાણીનો પ્રશ્ન છે.તપાસ કરતા જાણવા મળ્યું છે કે અગાઉ નગરપાલિકાએ જે બોર બનાવેલા તે ફેલ ગયા છે.એને રીપેર કરવાની કોશિશ કરી પણ એમાં સફળતા મળી નથી.બીજું પાઇપ લાઈનો જૂની છે તે નવી બદલવાની જરૂર જણાશે તો એન્જીનીયર તપાસ કરશે અને એવો રિપોર્ટ આવશે તો નવી પાઇપ લાઈન નાખવામાં આવશે.

તસ્વીર :દીપક જગતાપ, રાજપીપલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *