આદિવાસી વિસ્તારમાં લોકસભાની ચૂંટણી પહેલા ધર્માંતરણનો મુદ્દો ચર્ચામાં
શુ આદિવાસીઓ નર્મદામાં 11 તારીખે ધર્માંતરણ કરશે? ભારે ચર્ચા
રાષ્ટ્રીય આદિવાસી મંચ અને જિલ્લા vhp દ્વારા રજુઆત
VHP અને રાષ્ટ્રીય આદિવાસી મંચ ની રજુઆત કાર્યક્રમ રદ કરવાની કરી માંગ સાથે કલેકટરને આપ્યું આવેદન
સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા :લોભ લાલચ આપી ધર્મ પરિવર્તન કરાય છે.આદિવાસી હિન્દૂ હતો અને રહેશે
રાજપીપલા, તા 8
આદિવાસી વિસ્તારમાં લોકસભાની ચૂંટણી પહેલા નર્મદાજિલ્લામાં ધર્માંતરણનો મુદ્દો ભારે ચર્ચામાંઆવ્યો છે.11મી ફેબ્રુઆરીએ ડેડીયાપાડાના સાંકળી ગામે ખ્રિસ્તી સમાજનો કાર્યક્રમયોજવાનો છે જેની જોરશોરથી જાહેરાત થઈ રહી છે.
જેની સામે રાષ્ટ્રીય આદિવાસી મંચ અને જિલ્લા vhp દ્વારા રજુઆત કરી કલેકટરને
સોનજીભાઈ વસાવા, જાનકી આશ્રમ ડેડીયાપાડા તેમજ ગૌતમ પટેલ, મંત્રી,નર્મદા જિલ્લા વિશ્વહિન્દૂ પરિષદ, નર્મદા ની ઉપસ્થિતિમાં વિહિપ દ્વારા આવેદનપત્ર આપ્યું છે
આ આત્મીક કાર્યક્રમનો વિહિપે વિરોધકર્યો છે
VHP અને રાષ્ટ્રીય આદિવાસી મંચ ની રજુઆત કાર્યક્રમ રદ કરવાની કરી માંગ સાથે કલેકટરને આવેદન આપતાંરાજકારણ ગરમાયું છે
જોકે આ અંગે અગાઉ પણ
સાંસદ મનસુખ વસાવા ધર્માન્યતરણ બાબતે પ્રતિક્રિયા આપી ચુક્યા છે. મનસુખ વસાવાએ આ અંગે જણાવ્યું હતું કે ખ્રિસ્તી ધર્મ અંગ્રેજો લઈ આવ્યા.મુગલો મુસ્લિમ ધર્મ લઈ લાવ્યા.આદિવાસી સમાજ પણ હિન્દૂ સંસ્કૃતિ સાથે જોડાયેલા છેઆદિવાસી હિન્દૂ હતો અને રહેશે.લોભ લાલચ આપી ધર્મ પરિવર્તન કરાય છે.
તસ્વીર :દીપક જગતાપ,રાજપીપલા