લોકસભા ચૂંટણી પૂર્વે નર્મદામાં ભાજપાનું ડેમેજ કંટ્રોલ

લોકસભા ચૂંટણી પૂર્વે નર્મદામાં ભાજપાનું ડેમેજ કંટ્રોલ

ભાજપામાંથી સસ્પેન્ડ થયેલા પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવા,
રાજપીપલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભારતીબેન તડવી અને પૂર્વ જિલ્લા પ્રમુખ ઘનશ્યામ દેસાઈ ની આજે ભાજપામાં પુનઃ ઘરવાપસી

પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે સીઆર પાટીલ દ્વારા ભાજપામાં પુનઃ ઘરવાપસી

રાજપીપલા, તા,6

આજે તા.06 ફેબ્રુઆરી 2024 મંગળવારેપ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ”, કોબા, ગાંધીનગર ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની
વિશેષ ઉપસ્થિતિમાં નર્મદા જીલ્લાના પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવા, રાજપીપલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભારતીબેન તડવી,પૂર્વ
જીલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામ દેસાઈસહીત 900 જેટલાં કાર્યકરો સાથે ભાજપી આગેવાનોની પુનઃ ઘર વાપસી થઇ હતી.

હાલ ભરૂચ લોકસભા બેઠક ભાજપા માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે. ત્યારે ભરૂચ લોકસભા ચૂંટણી જીતવી ભાજપા માટેહવે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો છે ત્યારે છેલ્લા કેટલાક વખતથી પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવા સહીત સસ્પેન્ડેડ આગેવાનોને ભાજપા માં ઘર વાપસી માટે ભારે ખેંચ તાણ ચાલતી હતી.

ગત વિધાનસભા ચૂંટણી વખતે
ભાજપાના ધારાસભ્ય ઉમેદવાર ડૉ દર્શનાબેન દેશમુખની સામે અપક્ષ ઉમેદવારી કરતા ભાજપામાંથી પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવાને સસ્પેન્ડ કર્યા હતા.તેમનું સમર્થન કરનાર રાજપીપલા નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ ભારતીબેન તડવી અને પૂર્વ જિલ્લા પ્રમુખ ઘનશ્યામ દેસાઈ ને પણ સસ્પેન્ડ કરાયા હતા.

ત્યારે લોકસભા ચૂંટણી પૂર્વે નર્મદામાં ભાજપાનું ડેમેજ કંટ્રોલ કરવું જરૂરી જણાતા હર્ષદ વસાવા ટીમને ફરીથી ભાજપામાં લેવાનો તખતો આજે ગોઠવાયો હતો

આજે કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ, પૂર્વ વન મઁત્રીશબ્દશરણ તડવીની ઉપસ્થિતીમાં ભાજપાનો ખેસ ટોપી પહેરાવી ભાજપામાં પુનઃ ઘર વાપસી કરાવી હતી.

એ માટે આજે નર્મદા જિલ્લાના 2000થી વધુ લોકો આજે અમદાવાદ કમલમ ખાતે ભાજપમાં જોડાવા રવાના થયાં હતાં. વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરનાર ભાજપના પૂર્વ સંસદીય સચિવઅને પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવા સહિત 2000 લોકો ભાજપમાં ઘરવાપસી કરવા કમલમ ખાતે પહોંચ્યા હતા . આજે સવારે રાજપીપળાથી 6 બસ અને 100થી નાની ગાડીઓ સાથે કાફલો ગાંધીનગર જવા રવાના થયો હતો.અને બપોરે 3 કલાકે કમલમ ખાતે તમામને સી આર પાટીલ ભાજપનો ખેસ પહેરાવી પક્ષમાં સામેલ થયા હતા . ભરૂચ અને છોટાઉદેપુર લોકસભામાં આ કાર્યકરો ભાજપ માટે મોટો ફાયદો કરાવશે એમ લાગી રહ્યું છે. ભાજપમાંથી છૂટા કરાયેલા હોદેદારોનો પુનઃ પ્રવેશ કરાયો હતો

જેમાં પૂર્વ સંસદીય સચિવ હર્ષદ વસાવા, ગુજકોમાસોલ અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર સુનીલ પટેલ, પૂર્વ ભાજપ પૂર્વ જિલ્લા અધ્યક્ષ ઘનશ્યામ દેસાઈ, પૂર્વ પાલિકા પ્રમુખ ભારતીબેન તડવી,કિરણ વસાવા, મનીષા ગાંધી
સહિત અન્ય હોદેદારોનો ભાજપમાં પુનઃ પ્રવેશ થયો હતો .જોકે આવનારી 2024ની લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે પણ આ હર્ષદ વસાવા દાવેદાર રહેશે એ વાત પણ ચોક્કસ છે. પરંતુ હાલ તો ભાજપમાં ઘરવાપસીને લઈ આ બાબતે કાંઈ કહેવાનું ટાળ્યું હતું.

તસ્વીર :દીપક જગતાપ, રાજપીપલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *