રવિવારે તા. ૧૭ મી માર્ચ ૨૦૨૪ હૈદરાબાદ સ્થિત
મરાઠી ગ્રંથ સંગ્રહાલય કોઠી માં તેલુગુ ચેનલ
Televi9 Chetana Brodcasting
Network Pvt.
Ltd. દ્વારા વિશ્વ મહિલા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. એમાં સાત મહિલાઓ ને કલાગૌરવ અને ચાલિસ મહિલાઓ ને કલા ભૂષણ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આમાં વિવિધ ક્ષેત્રો ની સમાજસેવી મહિલાઓનું ચયન કરવામાં આવ્યું હતું. જેમ કે… ડૉક્ટર, એક્ટર, રાઈટર, ડાન્સર, ફોટોગ્રાફર, ટિચર,
સંગીત, વેપાર તેમજ અન્ય મહત્વ નાં ક્ષેત્રે જેણે સમાજ માટે મહત્વ નું યોગદાન આપ્યું હોય.
મરાઠી ફિલ્મ ક્ષેત્ર અને મરાઠી સિરિયલો માટે ઘણી મરાઠી મહિલાઓ બહારગામ થી
આવી હતી. જેમકે કોલ્હાપુર,
પુના, મુંબઈ, ગાંધીનગર વગેરે,
આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ભાઈશ્રી સત્યનારાયણજી જાધવ એમનાં
શ્રીમતી જી , સીતારામ માને અને કાર્યવાહી
કમિટિ એ ઘણી જ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમ માં તેલુગુભાષી હિન્દી પત્રકાર કે. રાજન્નાજી પણ હતાં. શહેર ની મશહૂર સાહિત્યીક સંસ્થા કાદમ્બિની ક્લ્બ ઓફ હૈદરાબાદ ની ઓન લાઈન
ગોષ્ઠી હતી. સંસ્થા નાં થોડાંક
સભ્યો સભા માં
હાજર હતાં. મયૂર પુરોહિત, દેવા પ્રસાદ માયલા, પુરુસોત્તમ સોની, સીતા રામ માને, પુરસ્કૃતા સૂર્ય કુમારી ગોસ્વામી
કુમુદબાલાજી નું નામ પણ ચયનિત હતું પરંતુ તેઓની તબિયત ઓચિંતી નાદુરસ્ત થતાં, તેઓએ
અનુપસ્થિત
રહેવું પડ્યું હતું.
મંચિય અતિથિઓ તેલુગુ હતાં.
તેઓ સૌએ મંચ પરથી બધી મહિલાઓ ને ખુબ ખુબ અભિનંદન આપ્યાં હતાં. તેઓએ મંચ પરથી પોતાની સંઘર્ષ ગાથાઓ
સંભળાવી હતી.
મંચ સંચાલિકા બંગાળી હતાં. આમ તો બધાં ચહેરાં સૌ માટે નવાં હતાં. પરંતુ
થોડીવાર માં સૌ
માનુનીઓ એ એકબીજા સાથે આત્મિયતા સાધી લીધી હતી.
આમાં ભાવના મયૂર પુરોહિત ને
ભૂતપૂર્વ શિક્ષણ,
સમાજ સેવા અને લેખન માટે
ભાગ્યનગર કલા ભૂષણ એવોર્ડ મળ્યો છે.
ભાવના મયૂર પુરોહિત પોતાની
સફળતા માટેનું શ્રેય પોતાનાં પતિ તેમજ ત્રણેય પરિણિત સુપુત્રીઓ
કામાક્ષી સુમંત વ્યાસ, કલ્યાણી
ધ્રુવ ત્રિવેદી અને ખુશ્બુ હરિશ અષ્ટમ ને આપે છે. ભાવના પુરોહિત ને આગળ જતાં ઘણું જ બાળ સાહિત્ય લખવા ની તીવ્ર મહત્વાકાંક્ષા છે.
ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ
૧૮/૩/૨૦૨૪.