શું અધ્યાપકોની સમસ્યાઓનો અંત આવશે?!! રામ રાજ્ય ની સ્થાપના અધ્યાપકો ને ફળશે ?

હાલમાં વાઇબ્રન્ટ ગુજરાત ૨૦૨૪ સફળતાપૂર્વક યોજાઈ ગયો, જેને સફળ બનાવવા પાછળ ટેકનિકલ અને ઉચ્ચ શિક્ષણ વિભાગના ૫૦૦ થી વધારે અધ્યાપકોનો સક્રિય ફાળો રહેલો હતો. તેમનો આભાર વિધિ કાર્યક્રમ સરકાર શ્રી દ્વારા કેસીજી, અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો હતો. તેમાં ટેકનિકલ શિક્ષણ તેમજ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારી, ટેકનિકલ વિભાગના મંત્રીશ્રી અને જેમને ડ્યુટી સોંપાઈ હતી તેવા અધ્યાપક મિત્રો હાજર રહ્યા હતા. સરકારશ્રીના ઉચ્ચ અધિકારી અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી દ્વારા સૌનો આભાર માન્યો હતો.

હળવા વાતાવરણમાં અધ્યાપકોએ પોતાના પ્રશ્નોને વાચા આપવાનું ચૂક્યા નહોતા અને સરકારશ્રીને પણ તેઓ પડતર પ્રશ્નો નું નિરાકરણ થાય તો આભાર કાર્યક્રમ નું આયોજન કરી કાર્યક્રમમાં બોલાવવા ઇચ્છિત છીએ તેમ જણાવી પોતાના પડતર પ્રશ્નોના નિરાકરણ ઝડપથી આવે તેવી સ્પષ્ટ સંદેશ આપ્યો હતો.

પરંતુ સૂત્રો ના જણાવ્યા અનુસાર શિક્ષણમંત્રીશ્રી દ્વારા ટેકનિકલ ના પડતર પ્રશ્નો નું ક્યારે નિરાકરણ આવશે તેની હૈયાધારણ આપેલ નથી.

ઇજનેરી કોલેજના ૧૫૦૦ જેટલા અધ્યાપકો રાજ્યમાં ઘણા લાંબા સમયથી તેઓના પડતરપ્રશ્નોને લઈને આંદોલન ચલાવી રહ્યા છે. તેઓએ ટેકનિકલ કમિશનરશ્રી, શિક્ષણવિભાગના અગ્રસચિવશ્રી, નાણાવિભાગના અગ્ર સચિવશ્રી, શિક્ષણમંત્રીશ્રી, નાણામંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી વગેરેને અનેકવાર પોતાના પડતર પ્રશ્નો વિશે મૌખિક અને લેખિત રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી તેઓના પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવેલ નથી.

શિક્ષણ રાજ્યને આધીન હોવા છતાં પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા તેઓએ આશાસ્પદ રીતે હાલમાં ભારત સરકારના ગૃહમંત્રીશ્રીને પણ પોતાના પ્રશ્નોના નિરાકરણ માટે સરકારશ્રીને નિર્દેશ આપે તેવી પ્રાર્થના કરેલ છે.

હાલમાં ૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ૫૦૦ વર્ષોના સંઘર્ષ બાદ ભવ્ય રામમંદિર નિર્માણ પામેલ છે અને તેમાં રામલલ્લા બિરાજમાન થયા છે આ ભાવાતુર પ્રસંગમાં સર્વે અધ્યાપકો ભક્તિમય થઈ ગયા હતા અને તેઓએ પ્રભુ શ્રીરામ ને હૃદય પૂર્વક પ્રાર્થના કરી કે હવે “રામ રાજ્ય”ની સ્થાપના બાદ તેમના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ આવી જાય.

On the behalf of all the members,

President,
VGEC Chandkheda Local Unit,
Gujarat State Govt. Engg. College Teaching Gazetted Officers”s Association
LDCE, Ahemadabad.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *