સમગ્ર ઉત્તર ભારત કાતિલ ઠંડીની ઝપેટમાં
રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભારે ઠંડી પડી રહી છે. ગાઢ ધુમ્મસ અને કોલ્ડ વેવના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. હવામાન વિભાગ અનુસાર પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદ થઈ શકે છે. પંજાબ, હરિયાણા અને યુપીના ઘણા ભાગોમાં કોલ્ડ વેવની સ્થિતિ યથાવત છે. આ સિવાય છત્તીસગઢ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે.