રાહુલ ગાંધી સામે આસામમાં કેસ નોંધાયો
આસામના CM હિમંતા બિસ્વા શર્માએ ટ્વિટ કરીને કહ્યું કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ હિંસા, ઉશ્કેરણીજનક ટિપ્પણી, સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવા અને પોલીસ પર હુમલાના કેસ દાખલ કરવામાં આવ્યા છે. CMએ ખુલાસો કર્યો કે પોલીસે રાહુલ ગાંધીની સાથે કેસી વેણુગોપાલ, કનૈયા કુમાર અને અન્યો સામે કેસ નોંધ્યા છે.