નસીબ મારું એવું ક્યાં કે કોઈ નસીબ માં ખેંચી જાય,
મન એવું ક્યાં છે કોઈનુય કે મનમાં આવી વસી જાય.
રાહ જોવું તારી રોજ હું ક્યાંક તું સામે જ આવી જાય,
ના આવે તું ત્યારે પાંપણો પાળ તોડી આંસુ સરકી જાય.
મેળવ્યા છે એણે છતાંય ક્યાંક મળવા મને આવી જાય.
એના પ્રેમ માં જ આ દિલ કાયમ ઘાયલ થઈ જાય.
સરવાળા રોજ મારતો રહ્યો ક્યાંક એ મને મળી જાય,
કિનારા ઉલેચતો રહ્યો ક્યાંક એના પગલાં દેખાય જાય.
કેટલાય મહિનાઓ પછી આટલા શબ્દો એમ ના નીકળી જાય,
એને મળવાના તો રોજ હૃદયે ઓરતા નીતરી જાય.
રાત કદાચ ઉતરી જશે,ચાંદલિયો કદાચ આથમી જાય,
આ યાદો નો ખજાનો છે તારો વિચારું એમ વધતો જાય.
ચાલ હવે થાક્યો તારી રાહ માં પથ્થર બની પડી રહ્યો,
બની ગયો રાજા એના દિલનો તો રાણી એ બની જાય.
આવે યાદ તારી જ્યારે મારી પાંપણ ભીંજાય જાય,
વગર મોસમે આ વાદળીઓ પણ રોજ વરસી જાય.
ક્યાંક સેવ કરી રાખજે મારી યાદો તને આવી જાય,
હું રહુ ના રહુ તો યાદ વાગોળતા મારી યાદ આવી જાય.
નીકળે છે શબ્દો મારા કેમ તને સમજાય જાય,
કદાચ હશે કઈક તારું મારુ તને એ સમજાય જાય.
બસ એમ જ તને યાદ કરતો રહું ને આંખમાં તું આવી જાય,
જયેશ શ્રીમાળી પલિયડ.તા.19/01/24