નર્મદા જિલ્લામાં ‘વન સેતુ ચેતના યાત્રા’ના નું નર્મદામાં આગમન
રાજપીપલાના હરસિદ્ધી માતા મંદિરના પ્રાંગણમાં ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાયો
વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ ઝુંડા ગામે હનુમાનજીના મંદિર અને જય શ્રી ભાથીજી મહારાજના મંદિરે પુજા અર્ચના સાથે આરતીમાં સહભાગી થયા
રાજપીપલા,તા.20
ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી જિલ્લાઓમાં ભ્રમણ કરનારી વન સેતુ ચેતના યાત્રા નર્મદા જિલ્લામાં આવી પહોંચતારાજપીપલા શહેરમાં અને ઝુંડા ગામે આવી પહોંચતા ત્યાં પણ ભવ્ય સ્વાગત નગરજનો દ્નારા કરવામાં આવ્યું હતું. આ યાત્રા રાજપીપલા હરસિદ્ધિ માતા મંદિરના પ્રાંગણમાં પહોંચતા યાત્રામાં જોડાયેલા સૌ મહાનુભાવોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી દર્શન કર્યા હતા. ત્યારબાદ પ્રાંગણમાં જ કલાવૃંદ્ધ અ ભજનિકો દ્વારા ભજન સંધ્યા યોજાઈ હતી.
જેમાં વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ વિભાગના રાજય મંત્રી મુકેશભાઇ પટેલ, ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા,નાંદોદ મતવિસ્તારના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ, પૂર્વ મંત્રી મોતિસીંહ વસાવા, નાયબ વન સંરક્ષક નિરજકુમાર અને મિતેશભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ નાંદોદના ઝુંડા ગામે સંક્ટમોચન હનુમાનજી મંદિર અને તિલકવાડાના ભાદરવા ગામે જય શ્રી ભાથીજી મહારાજ મંદિરે પુજા અર્ચના સાથે આરતીમાં સહભાગી થયા હતાં.
આ પ્રસંગે મંત્રી મુકેશભાઇ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું કે, ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી જિલ્લાઓમાં ભ્રમણ કરનારી વન સેતુ ચેતના યાત્રાનો નવસારી જિલ્લામાં ઉનાઈથી મુખ્યમંત્રીભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શુભારંભ થયો હતો. આ વન સેતુ ચેતના યાત્રાનો ઉદ્દેશ્ય વન વિભાગના કર્મચારીઓ અને આદીવાસીઓનું વન સાથે નાતો જોડી રાખવાનો છે. વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ અને મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ આદિવાસી સમાજ માટે અનેક કલ્યાણકારી યોજનાઓથી લાભાન્વિત કરવામાં આવ્યા છે.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા