નાતાલ પર્વે 80,000થી વધુ પ્રવાસીઓ ઉમટ્યા
શનિ રવિ બે દિવસની રજાઓ માં 1.30લાખ પ્રવાસીઓ ઉમટ્યા..
આવતી કાલે સોમવારના દિવસે બંધ હોય છે પણ પ્રવાસીઑ ની લાગણી ને ધ્યાને આપી નાતાલના દિવસે પણ પ્રવાસીઑ માટે SOU ચાલુ રહેશે
ત્રણ દિવસના મીની વેકેશનમાં બે લાખથી વધુ પ્રવાસીઑ ઉમટ્યા
સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ બન્યું
રાજપીપલા, તા 25
આજે નાતાલ પર્વે પ્રવાસીઓનું હોટ ફેવરિટ બનેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 80,000થી વધુ પ્રવાસીઓ ઉમટ્યા હતાં.
શનિ રવિ અને નાતાલના ત્રણ દિવસના મીની વેકેશનમાં પ્રવાસીઓએક નવો કીર્તિ માન સ્થાપ્યો હતો.શનિ રવિ બે દિવસની રજાઓ માં 1.30લાખ પ્રવાસીઓ ઉમટ્યાહતાં. સોમવારના દિવસે બંધ હોય છે પણ પ્રવાસીઑ ની લાગણી ને ધ્યાને આપી નાતાલના દિવસે પણ પ્રવાસીઑ માટે SOU ચાલુ રાખતા પ્રવાસીઓના ધાડા ઉમટ્યા હતાં.
ત્રણ દિવસના મીની વેકેશનમાં બે લાખથી વધુ પ્રવાસીઑ ઉમટ્યા હતાં.સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ બન્યુંહતું.
પહેલાં કરતા SOU પર નવા પ્રોજેક્ટ આવવા ને કારણેલોકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં
તથા પ્રવાસીઑની સુવિધાઓ વધી હોવાનો પ્રવાસીઑએ પ્રતિભાવ આપ્યો હતો લોકોએ સરસ પ્રોજેક્ટ બનાવવા માટે ગુજરાત સરકાર અને વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રશંશા પણ કરી હતી. અહીં રહેવા જમવાની તથા અન્ય સુવિધા સારી હોવાનું જણાવ્યું હતું. રમાડા હોટલ સહીત મોટા ભાગની હોટલ બુકીંગ ફૂલ જોવા મળ્યું હતું.રમાડા હોટલના જનરલ મેનેજર મનોજ મહારાજે જણાવ્યું હતું કે અમારી હોટલમાં ક્રિસમસ પર્વે પ્રવાસીઓ માટે ખૂબ સારી સુવિધાઓ પુરી પાડવામાં આવી છે હોટલમાં પ્રવાસીઓ ને રહેવા જમવાનું સુંદર સગવડોથી પ્રવાસીઓ ખુશ જણાતા હતાં.
સોમવારે ચાલુ રાખતા 26મીએ મઁગળવારે પ્રવાસીઓ માટે SOU બંધ રહેશે.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા