*ચૈત્રી નવરાત્રિનું મહત્ત્વ – અંકિતા દવે.*

 

તમારી જગત જનની પ્રત્યેની પ્રમાણિકતા અને શરણાગતિ કે સમર્પણ ભાવ સદાય સંપૂર્ણ અને ઈમાનદાર હોવો જોઈએ.
જ્યારે તમે પોતાની જાતને સમર્પિત કરો છો, સંપૂર્ણ રીતે, બદલામાં કંઈપણ મેળવવાની ઈચ્છા કે અપેક્ષા વિના અને શરતો વગર પૂરી રીતે ત્યારે તે જગતજનનીની કૃપા અને રક્ષણની અનુભૂતિ તમને સદાય થતી રહેશે.
માં છે એટલે આપણું મન જાણે છે,કહેવાની પણ જરૂર નથી. તે કરુણાનો સ્ત્રોત છે.સાચા નિષ્ઠાભાવ અને એની શક્તિ પર વિશ્વાસ અને અધીનભાવ કેળવશો ત્યારે સદૈવ તમે એની નજરમાં રહેશો અને જ્યારે તમે એની નજરમાં રહેશો ત્યારે ગમે તેટલાંની અનિષ્ટ નજર પણ તમારું કશું જ બગાડી નહિ શકે, ત્યારે તમને કંઈપણ નુકસાન પહોંચાડી શકતું નથી.એક અલગ પ્રકારની નિર્ભિક્તાનો અનુભવ કરશો. સમગ્ર જગતની માતા અને સાક્ષાત શક્તિ છે તેની કૃપાની અસર માત્રથી અમંગળ અને શત્રુઓ અપ્રભાવિત થઈ જાય છે,તેની કૃપાથી પડકારો તકમાં, નિષ્ફળતા સફળતામાં અને અસક્ષમતા સક્ષમતામાં પરિવર્તિત થઈ જાય છે.
માતાની કૃપા એ સર્વોચ્ચ આશીર્વાદ છે, તેની અસર ચોક્કસ, પૂર્વનિર્ધારિત, અનિવાર્ય અને અણનમ છે,પછી ભલે તે આજે મળે કે કાલે.
વિશ્વમાં શક્તિની દરેક અભિવ્યક્તિ “માં” છે.
તે જીવન છે, તે બુધ્ધિ છે, તે પ્રેમ છે .❤️

“પ્રત્યેક પ્રાણીની પાછળ શુદ્ધ સુંદર, સદા અવિચળ એવી “માં” છે, તે ભૂખ, દુઃખ, આનંદ અને ભવ્યતામાં સમાન રૂપે અવસ્થિત છે”❣️🙏🏻🌺🔱✨💫

ॐ सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके।
शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोऽस्तुते।।

અત્રે યાદ રહે “शिवे सर्वार्थ साधिके” જે જગત માટે કલ્યાણકારી છે,માત્ર એવા મનોરથોને જ સિદ્ધ કરે છે🔱 એટલે આ પાવન અવસરે સર્વે દિશાઓમાંથી કલ્યાણકારી વિચારો પ્રાપ્ત થાય અને કુવિચારો સુવિચારો માં પરિવર્તિત થાય એવી શુભેચ્છાઓ 😊

शुभ नवरात्री 🙏🏻🌺🔱✨💫
~અંકિતા દવે