હવામાનની આગાહીમાં AIનો થશે ઉપયોગ
ભારતીય હવામાન વિભાગની હવામાન આગાહીમાં ચોક્સાઈ લાવવા માટે AI નો સહારો લેવાશે. હવામાન વિભાગ AI આધારિત જલવાયુ મોડલ તૈયાર કરી રહ્યું છે. અત્યારે IMD સુપર કમ્પ્યુટરના ગાણિતિક મોડલના આધારે આગાહી કરે છે. AI ના ઉપયોગથી ઓછા ખર્ચમાં વધુ સારી આગાહીઓ કરી શકાશે. AI ટેક્નોલોજીથી કમોસમી વરસાદ, પૂર અને દુષ્કાળની સાચી આગાહી કરી શકાશે. આ વર્ષે ભારે હવામાનના કારણે લગભગ 3 હજાર લોકોના મોત થયા છે.