*કુમકુમ મંદિર ખાતે મોક્ષદા એકાદશીની ઉજવણી કરવામાં આવી.*

*કુમકુમ મંદિર ખાતે મોક્ષદા એકાદશીની ઉજવણી કરવામાં આવી.*
*આ મોક્ષદા એકાદશી કરવાથી વાજપેય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે.- સાધુ પ્રેમવત્સલદાસજી*

સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ – કુમકુમ – મંદિર – મણિનગર – અમદાવાદ ખાકતે માગશર સુદ – એકાદશીના દિવસે શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિશિષ્ટ શણગાર સજવામાં આવ્યા હતા. આ પ્રસંગે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરવામાં આવી હતી અને ત્યારબાદ સત્સંગ સભા યોજાઈ હતી. જેની અંદર શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામીએ એકાદશીના મહાત્મ્ય ઉપર વિવેચન કર્યું હતું. ત્યારબાદ કુમકુમ મંદિર પાલડી ખાતે પણ સત્સંગ સભા યોજાઈ હતી. જેની અંદર શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીએ શ્રી ગોપાળાનંદ સ્વામીની જીવનના પ્રેરણાદાયી પ્રસંગોનું વર્ણન કર્યું હતું.

દેશ વિદેશના ભક્તો એકાદશીએ સત્સંગનો લાભ લઈ શકે તે માટે કથામૃતનું લાઈવ પ્રસારણ સ્વામિનારાયણ મંદિર – કુમકુમ યુટ્યુબ ચેનલ ઉપર કરવામાં આવ્યું હતું.

આ મોક્ષદા એકાદશી પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ એકાદશીના મહાત્મ્ય અંગે જણાવ્યું હતું કે, બ્રહ્માંડપુરાણમાં કહેવામાં આવ્યું છે કે, જે મએકાદશીએ ભગવાનનું પૂજન,અર્ચન અને આરતી કરે છે. ભગવાનના મહાત્મ્યનું ગાન કરીને એકાદશીની ઉજવણી કરે છે તેને વાજપેય યજ્ઞનું ફળ મળે છે.માતા,પિતા અથવા પુત્ર જે કોઈ નરકમાં પડ્યું હોય કે કોઈની અસદ્ગતિ થઈ હોય તેની આ એકાદશીના પ્રભાવથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. આમ, આ એકાદશી સ્વર્ગ અને મોક્ષને આપનારી થાય છે. તેથી આ એકાદશીને મોક્ષદા એકાદશી કહેવાય છે.

શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ શિક્ષાપત્રીમાં એકાદશી કરવાની આજ્ઞા કરી છે. તેથી આપણે સૌ કોઈએ આ એકાદશી અવશ્ય કરવી જોઈએ. આ એકાદશીએ નકોરડો ઉપવાસ કરવો એ શ્રેષ્ઠ છે. જો નકોરડો ઉપવાસ ના થઈ શકે તો, ફલાહાર કરવું જોઈએ,પરંતુ અનાજ તો ક્યારેય ન જ ખાવું જોઈએ.

– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ
– મો. ૯૮૯૮૭૬૫૬૪૮
– વોટ્સએપ – ૬૩૫૨૪૬૬૨૪૮

One thought on “*કુમકુમ મંદિર ખાતે મોક્ષદા એકાદશીની ઉજવણી કરવામાં આવી.*

  1. Generally I don’t read post on blogs, but I wish to say that this write-up very forced me to try and do so! Your writing style has been amazed me. Thanks, very nice article.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *