દારૂના નશામાં પિતા હેવાન બન્યો

દારૂના નશામાં પિતા હેવાન બન્યો

પિતાએ ૬ વર્ષનાપુત્રને જમીન
પર પટકી પટકીને ઢોરમાર માર્યો!

નર્મદા જિલ્લાની શરમજનક ઘટના

માતા અને દાદા ૬ વર્ષીય પુત્રને ૧૦૮માં અર્ધબેભાન હાલતમાં સાગબારા સીએચસીમાં લઈ ગયા

બાળ કલ્યાણ સમિતિએ કેસ હાથમા લીધો.

સરકાર ૫ક્ષે ફરિયાદી બની પિતાને કાયદાના
કડક પાઠ ભણાવવા બાળ કલ્યાણ સમિતિએ જિલ્લા પોલીસ અધિક્ષકને કરી લેખિત ફરિયાદ

ચિલ્ડ્રન હોમ ફોર બોયઝની કચેરીએ બાલ કલ્યાણ સમિતિ (ચાઈલ્ડ વેલફેર કમિટી )ની મહત્વની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય

હવે નર્મદા પોલીસ કરશે આગળની કાર્યવાહી

રાજપીપલા, તા.18

દિવાળીનો તહેવાર લોકો
પોતાનાં પરિવાર સાથે ધામધુમથી ઉજવતા હોય છે. તો બીજી બાજુ ૧૨
તારીખે રાત્રે સાગબારાના એક
ગામે દારૂના નશામાં ચકનાચુર પિતાએ ૬ વર્ષના પુત્રને જમીન પર પટકી પટકીને માર માર્યો હોવાની ગંભીર ઘટના
સામે આવી છે.

જો કે પુત્રની માતાઅને દાદા ૧૦૮ માં અર્ધ બેભાનહાલતમાં પોતાનાં પુત્રને સાગબારા સીએચસી ખાતે લઈ આવ્યા હતા.ત્યાં હાજર તબીબે પ્રાથમિક સારવારબાદ ગંભીર ઘાયલ બાળકને રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે રીફર
કર્યો હતો.અને ત્યાંથી એને વધુ
સારવાર માટે વડોદરા એસએસજીખાતે લઇ જવાયો હતો.જો કે હાલમાએ બાળક સ્વસ્થ છે એવું જાણવામળ્યું છે.

તો બીજી બાજુ કોઈ ફરિયાદી
ન બનતાં સાગબારા પોલિસે પિતાનેમાત્ર અટકાયતી પગલા ભરી જવાદઈ સંતોષ માન્યો હતો.

આ આખી ઘટના બાબતે ૬
વર્ષીય ઘાયલ બાળકની પ્રાથમિક સારવાર કરનાર સાગબારાસીએચસીના મેડિકલ ઓફિસર
ડો.સીમા શર્માએ જણાવ્યું હતું કે૧૨/૧૧/૨૦૨૩ ની રાત્રે ૧૧
કલાકે સાગબારાના એક ગામના ૬વર્ષીય બાળકને ૧૦૮ વાનમાં લઈનેએની માતા અને દાદા સીએચસીમાં
આવ્યા હતા.એની માતાએ જણાવ્યુંહતું કે ચિક્કાર દારૂના નશામાંતેના પતિ ૬ વર્ષિય પુત્રને જમીન પર પટકી પટકીને માર્યો છે.આ
ઘટના બાબતે મે સાગબાર પોલીસમથકમાં પણ તરત જ જાણ કરીદિધી હતી.જ્યારે એની તબીબી
તપાસ કરી ત્યારે ઘાયલ બાળક અર્ધબેભાન હાલતમાં હતું, એની બંને
આંખો સોજી ગયેલી હતી અને એબાળકને અંદરના ભાગે ઈજાઓથઈ હોય એવું લાગતા પ્રાથમિક સારવાર બાદ રાજપીપળા સિવિલ
હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યોહતો.

જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ચેતન પટેલે જણાવ્યું હતું કે અમે માતા-પિતાનું નિવેદન
લીધું હતું, જો કે પરીવારના સભ્યોએ પોલીસ ફરિયાદ નથી કરવી એવું અમને
લેખિત આપી દેતા અમે પિતા સામે અટકાયતી પગલાં ભરી જવા દીધો હતો.

બાલ સુરક્ષા અધિકારી ચેતન પરમારે જણાવ્યું હતું કે કોઈ ફરિયાદી નહિ થયું હોય એટલે પોલિસેફરિયાદ નહિ કરી હોય.પણ પુત્રને આટલી હદે માર્યો છે એટલે સરકાર ૫ક્ષે પિતા સામે ફરીયાદ દાખલ કરાવીશું.જિલ્લા બાળ કલ્યાણ સમિતિદ્વારા સરકાર પક્ષે ફરિયાદ દાખલ કરવાની તજવીજ ચાલી રહી હોવાનું જણાવી આજની મિટિંગમાં પોલીસ અધિક્ષકને લેખિત જાણ કરી આગળની કાર્યવાહી કરવાઅંગેની માહિતી આપી હતી

આ અંગે બાળ કલ્યાણ સમિતિના ચેરમેન ભાઇલાલભાઈ પરમારે જણાવ્યું હતું આ કેસની વધુ તપાસ કાર્યવાહી માટે આજ રોજ રાજપીપલા ખાતે બાળ કલ્યાણ સમિતિનાના સદસ્યો તથા જિલ્લા બાલ સુરક્ષા અધિકારી ચેતન પરમારની ઉપસ્થિતિમાં મહત્વની બેઠક યોજાઈ હતી.જેમાં બાળકને યોગ્ય ન્યાય મળે તેમજ બાળકની સુરક્ષાને ધ્યાન રાખતા, બાળક સાથે થયેલ ધટના સંદર્ભે જુવેનાઇલ
જસ્ટીસ એક્ટ-૨૦૧૫ ની કલમ-૭૫ મુજબ કાર્યવાહી કરવાની થતી હોય બાળ કલ્યાણ સમિતી
જુવેનાઇલ જસ્ટીસ એક્ટ-૨૦૧૫ ની કલમ-૨૭(૯) હેઠળ પ્રથમ વર્ગના જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટની સત્તાની રૂએ આદેશ
કરવામા આવ્યો છે કે સદર ઘટના સંદર્ભે જરૂરી કાયદેસરની તપાસ કરી સમાજમા યોગ્ય ઉદાગરણ રૂપ દાખલો બેસેતે રીતે જે તે પોલીસ સ્ટેશનના બાળ કલ્યાણ પોલીસ અધિકારી મારફત કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવા
સુચના આપવામા આવી હોવાનું જણાવ્યું હતું.

 

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *