ધોરણ 11 અને 12 સાયન્સના વિદ્યાર્થીઓએ પોતાના પોકેટ મનીમાંથી ગરીબ આદિવાસી બાળકો માટે 1200 થી પણ વધારે કપડાની જોડી અને મીઠાઈ આપીને અનોખી રીતે દિવાળીની ઉજવણી કરી

શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય રાજપીપળા તથા ગેલેક્સી ગ્રુપ
દ્વારા અનોખી દિવાળી

ધોરણ 11 અને 12 સાયન્સના વિદ્યાર્થીઓએ પોતાની પોકેટ મનીમાંથીગરીબ આદિવાસી બાળકો માટે 1200 થી પણ વધારે કપડાની જોડી આપી

અને 30 kg થી પણ વધારે ફરસાણ અને મીઠાનું વિતરણ કર્યું.
રાજપીપલા, તા.9

દિવાળી પર્વ સૌના માટે આનંદ અને ખુશી લઈને આવે છે. પણ દરેકના નસીબમાં ખુશી હોતી નથી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર ના ગરીબ લોકોના ચહેરા પર દિવાળીનો આનંદ આવી શકે તે માટે શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય રાજપીપળા તથા ગેલેક્સી ગ્રુપદ્વારા અનોખી દિવાળી ઉજવવાનો નવતર પ્રયોગ કર્યો છે.

જેમાં શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય રાજપીપળા તથા ગેલેક્સી ગ્રુપ ઓફ સાયન્સ ના ધોરણ 11 અને 12 સાયન્સના વિદ્યાર્થીઓએ પોતાના પોકેટ મનીમાંથી માંડણગામ સાઈડના ગરીબ આદિવાસી બાળકો માટે 1200 થી પણ વધારે કપડાની જોડી અને 30 કિલોથી પણ વધારે ફરસાણ અને મીઠાઈ નું વિતરણ કર્યુંહતું.
આ પ્રસંગે સિધેશ્વર સ્વામિએ જણાવ્યું હતું કે ધનવાન લોકો દિવાળી આનંદ ઉલ્લાસથી ઉજવાતા હોય છે ગરીબ બાળકો દિવાળી ઉજવી શકતા નથી ત્યારે ધોરણ 11 અને 12 સાયન્સના વિદ્યાર્થીઓએ પોતાના પોકેટ મનીમાંથી પૈસા ભેગા કરી કપડાં ફરસાણ મીઠાઈ અપાવી અનોખી દિવાળી ઉજવી તેનો મને આનંદ છે બીજા માટે ખુશી લાવવી, બીજા માટે કંઈક કરવું એ મહત્વનું છે..

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *