વિના મુલ્ય આંખોની તપાસ અને સારવાર કરતા કાયમી કેન્દ્ર શ્રીનારાયણ વિઝન સેન્ટર નો પ્રારંભ

રાજપીપલા ખાતે
વિના મુલ્ય આંખોની તપાસ અને સારવાર કરતા કાયમી કેન્દ્ર શ્રીનારાયણ વિઝન સેન્ટર નો પ્રારંભ

રાજપીપલા, તા.17

શ્રી નારાયણ આઇ હોસ્પિટલ – તાજપુરા સ્થાપીત રાજપીપલા ખાતે વિના મુલ્ય આંખોની તપાસ અને સારવાર કરતા કાયમી કેન્દ્ર શ્રીનારાયણ વિઝન સેન્ટર નો પ્રારંભ થયો હતો.
જેમાં આંખના રોગોનું નિદાન કરી સ્થળ પર ઓપરેશનની
તારીખ આપી, આંખના તમામ રોગો જેવા કે, ઝામર, નાસુર, વેલ -અને મોતીયાનું ઓપરેશન નેત્રમણી બેસાડવામાંઆવ્યા હતાં.

દરમ્યાન દર્દીને રહેવા જમવાની સગવડ, જે-તે સ્થળેથી તાજપુરાઓપરેશન માટે દર્દીને લાવવા અને પરત જવાની વ્યવસ્થા, તેમજ
ઓપરેશન પછી ૪૫ દિવસે આંખના નંબર ચકાસણી કરી ચશ્માઆપવાની વ્યવસ્થા શ્રી નારાયણ આઈ હોસ્પીટલ દ્વારા તમામસુવિધા વિના મુલ્યે કરવામાં આવી હતી.

જેમાં નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે દીપ પ્રગટાવી ઉદ્ઘાટન કર્યું હતું. તેમની સાથે રાજપીપલા ભાજપા શહેર પ્રમુખ રમણસિંહ રાઠોડ,નગરપાલિકા પ્રમુખ ધાર્મિષ્ઠાબેન પટેલ, નર્મદા સુગર ડિરેક્ટર કમલેશ પટેલઉપસ્થિત રહ્યાં હતાં.

ટ્રસ્ટ દ્વારા ગત વર્ષે 65000થી આંખના ઓપરેશનો વિનામુલ્યે કર્યાં હતાં.આ પ્રસંગે જગ્યા ફાળવવા બદલ દિલીપ શાહ તથા હરનીશભાઈ શાહનું ટ્રસ્ટીઓ દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *