ગુરુ અને સદગ્રંથોના વાક્યમાં વિશ્વાસ એ જ શ્રદ્ધા છે
રામકથાના છઠ્ઠા દિવસે નીતિન વડગામા દ્વારા રામકથા પુસ્તક-માનસ વિભિષણ વ્યાસપીઠને અર્પણ થયું.
જગતગુરુને પ્રશ્નોત્તરીમાં પૂછાયું કે આપની દ્રષ્ટિએ શ્રદ્ધા કોને કહેવાય?રામચરિત માનસમાં પ્રશ્નોત્તરી સાંભળવી હોય તો કાગભુષંડી અને ગરુડજી વચ્ચેની પ્રશ્નોતરી,સાત જ પ્રશ્ન પણ એમાં બેડો પાર છે.કોઈ એકનું જ પ્રવચન સાંભળવા યોગ્ય હોય તો રામરાજ્યાભિષેક પછી અયોધ્યાની સભામાં ખુદ રામ પ્રવચન કરે છે.સંવાદ સાંભળવાની ઈચ્છા હોય તો ગોદાવરીના તટ ઉપર લક્ષ્મણ અને રામનો સંવાદ ત્યાં તત્વજ્ઞાન છે.બકવાસ સાંભળવાની ઈચ્છા થાય તો રાવણના વક્તવ્ય છે જ! એ જ રીતે મહાભારતની અંદર પ્રશ્નોત્તરીની ઈચ્છા થાય તો શ્રીકૃષ્ણ પાંડવોને લઈ અને ભીષ્મ બાણસૈયા ઉપર મૃત્યુની પ્રતિક્ષા કરે છે એ વખતે પ્રશ્ન હોય એ પૂછવા માટે યુધિષ્ઠિરને લઈને જાય છે.એ જ રીતે યક્ષ પ્રશ્નોત્તરી પણ છે જ.સંવાદ સાંભળવો હોય તો મહાભારતમાં કૃષ્ણ અને અર્જુનનો સંવાદ જે ગીતાજી તરીકે ઓળખાય છે.ને કોઈ એકનું પ્રવચન સાંભળવું હોય તો કુરુસભામાં સંધિ પ્રસ્તાવ લઈ અને ખુદ યોગેશ્વર કૃષ્ણ જવાના હોય છે એ વખતે સમાધિઓ લગાવીને બેઠેલા યોગીઓ અને આચાર્યો સમાધિ ભંગ કરી અને કૃષ્ણનું પ્રવચન સાંભળવા દોડે છે.આધ્યાત્મિક અને મહાકાવ્યરૂપી ગ્રંથોમાં પ્રશ્નોત્તરી ખૂબ છે પણ પરમના પ્રવચનો બહુ ઓછા જોવા મળે છે.આ સિવાય વૈશ્યંપાય-વ્યાસ ભગવાનનો સંવાદ, સુત અને શોનક,ધૂતરાષ્ટ્ર અને સંજય પણ બોલ્યા છે શુકદેવજી કહે છે કે:રસ્તા પર દ્રષ્ટિ રાખીને પગલાં મુકવા,ગાળીને પાણી પીવું,સત્યમાં નવડાવીને વાણી બોલવી,મનમાં વિચાર કરીને પગલાં ભરવા,શ્રદ્ધામાં સ્નાન કર તો જ્ઞાન તારા આંગણામાં રમવા આવશે આટલું જ કરવાનું છે.
અને મહાભારતમાં બકવાસ સાંભળવો હોય તો દુર્યોધન દુશાશન વગેરે છે જ!
ગુરુ અને સદગ્રંથોના વાક્યમાં વિશ્વાસ એ જ શ્રદ્ધા છે.ગુરુ આગળ સદગુરુ શબ્દ મધ્યકાલિન યુગ પછી આવેલો છે.અટલ શ્રદ્ધા ક્યાંથી પ્રાપ્ત થાય?ક્યાંયથી નહીં,કારણ કે જન્મ્યા ત્યારથી શ્રદ્ધા લઈને જ આવ્યા છીએ.માનાં પેટમાં બાળક હોય ત્યારે પોતે માની શ્રદ્ધાથી શ્વાસ લે છે.શ્રદ્ધા એટલે આંખોથી દેખાય નહીં છતાં થાય કે અજવાળું ક્યાંક છે. તમે કંઈ નહીં કરો તો શ્રદ્ધા છે જ પણ આડે થોડા વાદળો આવી ગયા છે.ગીતા કહે છે શ્રદ્ધાથી જ્ઞાન મળશે, વિશ્વાસ હશે તો ભક્તિ મળશે,ભરોસો હશે તો ભગવાન મળશે.
કથાગાનમાં શિવચરિત્ર શિવવિવાહની સંવાદી કથાનું ગાન થયું.
Box:
અમૃત શ્રદ્ધાંજલિ:
કૃષ્ણએ ભીષ્મ અને કર્ણને શ્રદ્ધાંજલિ કઈ રીતે આપી?
ભિષ્મને શ્રદ્ધાંજલિ એ આપી ગણાય કે અંતિમ સમયે પરમતત્વ ત્યાં આવીને ઊભું છે યુધિષ્ઠિરને નિમિત બનાવી અને બાણશૈયા પર ભીષ્મ સુતા છે તે વખતે કૃષ્ણ સ્વયં ત્યાં આવીને દર્શન આપે છે એ સૌથી શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ છે.
કર્ણને શ્રદ્ધાંજલિ એ રીતે આપી કે મહાભારતનું ભિષણ યુદ્ધ ચાલી રહ્યું છે.અર્જુનના ભયંકર બાણથી કર્ણનો રથ પચાસ મીટર દૂર ફેંકાઈ જાય છે કૃષ્ણ સારથી હોવા છતાં શાબાશ ધનંજય- એવું એક પણ વખત બોલતા નથી.અને કર્ણ અર્જુનના રથ ઉપર બાણ ફેંકે છે ત્યારે અર્જુનનો રથ માંડ દસેક ડગલાં પાછળ ફેકાય છે એ વખતે સૂર્યપુત્ર ધન્ય હો, ધન્ય હો તારું કર્ણ! એવું કૃષ્ણ કહે છે.અર્જુન પૂછે છે કે હું ધન્યવાદને પાત્ર નથી થતો અને કર્ણ આટલો જ દૂર રથ ફેકે છતાં પણ આપ એને ધન્યવાદ આપો છો! ત્યારે કૃષ્ણ કહે છે કે કર્ણના રથ ઉપર અસ્ત્ર-શસ્ત્ર સિવાય કશું નથી.તારા રથ ઉપર હું સમગ્ર બ્રહ્માંડનો ભાર અને વજન લઈને બેઠો છું અને છતાં પણ કર્ણ એને દસ ડગલાં દૂર ફેંકી દે છે એ જ ધન્યવાદને પાત્ર છે.કૃષ્ણએ કર્ણને આપેલી આ શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ છે.બાપુએ કહ્યું કે આપણે ત્યાં તિથિઓનું આખું શાસ્ત્ર છે:નવું વર્ષ એ પહેલી-એકમ છે,ભાઈબીજ છે,બારબીજ પણ છે,અક્ષય તૃતિયા, ગણેશ ચતુર્થી,લાભપાંચમ,રાંધણછઠ,શીતળા