અમિતાભ બચ્ચન વિરુદ્ધ કરાઇ અરજી
ગ્રાહકોને ગેરમાર્ગે વાળતી જાહેરાત કરવા માટે દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનને દસ લાખનો દંડ ફટકારવાની માંગણી વેપારીઓના રાષ્ટ્રીય સંગઠને કરી છે. ગ્રાહક બાબતોના મંત્રાલય સમક્ષ કરેલી અરજીમાં ઉલ્લેખ કર્યો છે કે, આવી જાહેરાતોથી નાના છૂટક વેપારીઓના હિતને નુકસાન થાય છે. ગ્રાહકો ગેરમાર્ગે દોરાય છે. જાહેરાતને તાત્કાલિક પાછી ખેંચવા પણ જણાવ્યું છે. આ સમગ્ર મામલે અમિતાભ બચ્ચને કોઇ પ્રતિક્રિયા આપી નથી.