રાજપીપલા ખાતે જિલ્લા ભાજપ પ્રમુખે પોતાનો જન્મદિવસ રક્તદાન કેમ્પ યોજી સેવાદિવસ તરીકે ઉજવ્યો.
મોટી સંખ્યામાં કાર્યકરો, સમર્થકોએ રક્તદાન કર્યું.
રાજપીપલા, તા,6
ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ,નર્મદા સુગર અને ભરૂચ દૂધધારા ડેરી ચેરમેન ઘનશ્યામભાઈ પટેલનો જન્મદિવસ ઘનશ્યામભાઈએ કોઈ રાજકીય રીતે નહીં પણ સેવા દિવસ તરીકે રક્તદાન કેમ્પ યોજીને સેવાદિવસ તરીકે ઉજવ્યો હતો.
આજે સવારે એપીએમસી ખાતે યોજાયેલ બ્લડકેમ્પમાં મોટી સંખ્યામાં સમર્થકો શુભેચ્છકો યુવા કાર્યકરોએ સ્વૈછીક રક્તદાન કર્યું હતું.
આજે જ્યારે રાજપીપલા બ્લડબેંક પાસે રક્તઓછું હોઈ રક્તની જરૂરિયાતને પહોચી વળવા રક્તદાન કેમ્પ યોજતા સમર્થકો કાર્યકરો મોટી સંખ્યામાં રક્તદાન કરવા ઉમટી પડ્યા હતા.
આ પ્રસંગે ઘનશ્યામભાઈ પટેલે જણાવ્યું હતું કે રક્તદાન એ મહાદાન છે. રક્તદાનથી અસંખ્ય લોકોની જિંદગી બચાવી શકાય છે. દરેક વ્યક્તિએ રક્તદાન કરવું જોઈએ, પોતાનો જન્મદિવસ રક્તદાન કરીને કે કેમ્પ કરીને ઉજવીએ તો માનવજીવનની મોટી સેવા થઈ શકે.આજે મારાં જન્મદિવસે રક્તદાન ઉપરાંત હોસ્પિટલો માં દર્દીઓ ફ્રૂટ બિસ્કિટ વિતરણ ના કાર્યક્રમો કરી સેવા દિવસ ઉજવ્યો છે. આ સેવા દિવસે મારાં શુભેચ્છક મિત્ર, મારાં કાર્યકર ભાઈ બહેનોએ આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કરવા બદલ સૌ રક્તદાતાઓનો આભાર માન્યો હતો.
આ પ્રસંગે નગર પાલિકા પ્રમુખ ધર્મિષ્ઠા બેન પટેલ, એપીએમસીના ચેરમેન દિનેશભાઇ પટેલ, રેડક્રોસ સોસાયટીના વાઇસ ચેરમેન દીપેન્દ્રસિંહ પરમાર,ડૉ. આર એમ જાદવ,રાજપીપલા ભાજપા શહેર પ્રમુખ રમણસિંહ રાઠોડ, નરેન્દ્રમોદી વિકાસ મંચના જિલ્લા પ્રમુખ દીપક જગતાપ, નર્મદા સુગર ડિરેક્ટર કમલેશ પટેલ,ભાજપા આગેવાનો સુરેશભાઈ તલાટી,ડૉ, રવિ દેશમુખ,વગેરે આગેવાનો કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા