બજરંગદળની શૌર્ય જાગરણ યાત્રાનું ડાયરા સાથે સમાપન.

જામનગર
સંજીવ રાજપુત

વિહિપ, બજરંગદળની શૌર્ય જાગરણ યાત્રાનું ડાયરા સાથે સમાપન.

જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગદળની શૌર્ય જાગરણ યાત્રા ભવ્ય ડાયરા સાથે સંપન્ન થઈ હતી. યાત્રાનું ઠેર – ઠેર સ્વાગત કરાયું હતું અને રાત્રે ધર્મસભા સાથે હાસ્ય કલાકાર માયાભાઈ આહીરના ભવ્ય ડાયરાનું આયોજન કરાયું હતું. જેમાં સૌ કોઈ મહાનુભાવોએ હાજરી આપી હતી.

જામનગરમાં 2ઓકટોબરથી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની શૌર્ય જાગરણ યાત્રા આવી પહોંચી હતી. જેનું જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં ધર્મસભા અને લોક ડાયરા સાથે સમાપન કરવામાં આવ્યું હતું. જામનગર મહાનગરમાં પ્રવેશ બાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં ફરેલી શૌર્ય જાગરણ યાત્રાનું અનેક સંસ્થાઓ અને ધર્મ પ્રેમીઓ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ની શૌર્ય જાગરણ યાત્રા 5, ઓકટોબર,2023ના ગુરુવારે રાત્રે પહોંચી હતી જ્યાં સાંગણા વાળા મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 રમજુ બાપુ,ખીજડા મંદિરના 108 શ્રી લક્ષ્મણદેવજી મહારાજ, કોઠારી સ્વામી શ્રી ચતુર્ભુજદાસજી, દ્વારકાવાળા પ પૂ. ગોવિંદ પ્રસાદ દાસજીના પ્રતિનિધિ કે.પી. સ્વામી, જમુના નાથજી મહારાજ, હરીબાપુ, કિશનભાઇ નારોલા, રૂતેશ્વરી દેવીજી સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં ભવ્ય ધર્મ સભા યોજાઈ હતી. ત્યારબાદ ઉપસ્થિત સંતો મહંતોએ શૌર્ય જાગરણ યાત્રાના રથમાં બિરાજમાન ભગવાન શ્રીરામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજીની આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ જાણીતા હાસ્ય કલાકાર કલાકાર માયાભાઈ આહીર, લોકગાયિકા પુનમબેન ગોંડલીયા, રાજુભાઈ સાકરીયા અને ગંભીરભાઈ આહીર સહિતના કલાકારો દ્વારા સજીંદાઓની ટીમ સાથેનો ભવ્ય લોક ડાયરો યોજયો હતો. આ લોક ડાયરામાં જામનગરના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, રિવાબા જાડેજા, મેઘજીભાઈ ચાવડા, મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશભાઈ કગથરા, જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિમલભાઈ કગથરા, શાસકપક્ષના નેતા આશિષભાઈ જોશી, દંડક કેતનભાઇ નાખવા, પૂર્વ મંત્રી હકુભા જાડેજા, ભાવેશભાઈ ગાગીયા (બાદશાહ ભાઈ), જામનગર પત્રકાર મંડળના પ્રમુખ ગીરીશભાઈ ગણાત્રા, યોગેન્દ્રભાઈ વેકરીયા સહિતના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ડાયરામાં ખાસ અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા ગુજરાતના યુવા અધ્યક્ષ રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (રીબડા), લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘચાલકજી ધીરુભાઈ કણસાગરા, ધીરુભાઈ સાવલિયા, લઘુ ઉદ્યોગ ભારતીના પ્રાંત અધ્યક્ષ દિનેશભાઈ ડાંગરિયા સહિતના સામાજિક, ધાર્મિક અને રાજકીય ક્ષેત્રના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ની શૌર્ય જાગરણ યાત્રા, ધર્મ સભા અને લોક ડાયરાના કાર્યક્રમ માટે વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ભરતભાઈ મોદી, પ્રાંત સહમંત્રી દેવજીભાઈ મિયાત્રા, પ્રાંત સંગઠન મંત્રી કિરીટભાઈ મિસ્ત્રી, બજરંગ દળ ના સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક રવિરાજસિંહ જાડેજા, વિશ્વ હિન્દુ પરિષદના વિભાગ અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા, વિભાગ સહમંત્રી ધર્મેશભાઈ ગોંડલીયા સહિતવિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના માતૃશક્તિ સહ સંયોજિકા હીનાબેન અગ્રાવત, દુર્ગા વાહિનીના સંયોજિકા કૃપાબેન લાલ, જામનગર શહેર સહસયોજિકા અલકાબેન ટંકારીયા, માતૃશક્તિ સહસંયોજિકા ભાગીરથીબેન (ટિકુબેન) અજા, દુર્ગાવાહિની સહસંયોજિકા રીનાબેન નાનાણી, સ્વરૂપબા જાડેજા, રેખાબેન લાખાણી, ભાવનાબેન ગઢવી સહિતના અગ્રણી અને કાર્યકરો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *