સર્ક્યુલર અર્થતંત્રને ટેકો આપવા માટે મોટુ પગલું ભરતા, કોકા-કોલા ®એ 250 ml અને 750 mlમાં rPETમાં ભારતમાં વિવિધ બજારોમાં લોન્ચ કરી
નવી દિલ્હી, ઓક્ટોબર 2023: કોકા-કોલા ઇન્ડિયા, તેની પેકેજ્ડ ડ્રીન્કીંગ વોટર બ્રાન્ડ કિન્લી માટે 100% રિસાયકલ્ડ PET (rPET)માંથી બનાવેલી એક લિટરની બોટલ લોન્ચ કરનાર પ્રથમ કંપની તરીકે ઉભરી આવી છે ત્યારે હવે તે સર્ક્યુલર અર્થતંત્રનું સર્જન કરવા માટે વધુ એક પગલુ ભરી રહી છે અને તેણે 250ml અને 760 mlની પેક સાઇઝમાં rPETમાં કોકા-કોલા ® લોન્ચ કરી હોવાની ઘોષણા કરી છે. આ rPET બોટલ્સનું કોકા-કોલાના બોટલીંગ ભાગીદારો – મૂન બેવરેજીસ લિમીટેડ અને SLMG બેવરેજીસ લિમીટેડ દ્વારા ઉત્પાદન કરવામાં આવી રહ્યુ છે.
rPET બોટલ્સનું વિસ્તરણ કોકા-કોલા ઇન્ડિયાની દરેક માટે ટકાઉ અને હરિયાળા ભવિષ્યનું નિર્માણ કરવા તરફેની પ્રસ્થાપિત મુસાફરીનું નિરુપણ કરે છે. 100% ફૂડ ગ્રેડ rPET કેપ્સ અને લેબલ્સ સિવાય)માંથી બનાવવામાં આવેલી આ બોટલ્સ ઓન-પેક કોલ ટુ એકશન “રિસાયકલ મિ અગેઇન”નો સંદેશો ધરાવશે અને પેક પર દર્શાવવામાં આવેલા “100% રિસાયકલ્ડ PET બોટલ” સાથે ઉપભોક્તા જાગૃત્તિને આગળ ધપાવશે.
મૂન બેવરેજીસ લિમીટેડ (MMG જૂથનો ભાગ)ના ચેરમેન સંજીવ અગરવાલે rPET લોન્ચની એમ કહીને પ્રશંસા કરી હતી કે, “PET પ્લાસ્ટિક બોટલ્સ તેમના પ્રથમ આયુષ્ય કરતા વધુ મૂલ્ય ધરાવ છે. અમારી નવી બોટલ્સને ફૂડ-ગ્રેડ rPET સાથે બનાવવામાં આવી છે જે રિસાયક્લેબલ છે અને જે અન્ય એક બોટલ તરીકે ઉભરી આવે છે જે તેને બીજુ આયુષ્ય આપે છે. રિસાયકલ્ડ PET એ ભારતમાં પ્લાસ્ટિક સર્ક્યુલેરિટી અપનાવવા તરફની યોગ્ય દિશા છે.”
આ rPET બોટલ્સનું સર્જન ફૂડ ગ્રેડ રિસાયકલ્ડ પોલીથીન ટેરેફથલેટ (PET)માંથી કરવામાં આવ્યુ છે. પ્લાસ્ટિકને યુએસ એફડીએ અને યુરોપિયન ફૂડ સેફ્ટી ઓથોરિટી (EFSA) દ્વારા મંજૂર કરાયેલ ટેકનોલોજીસ દ્વારા ફૂડ ગ્રેડ રિસાયકલ્ડ સામગ્રી અને નવી PET બોટલ્સમાં ભરવામાં આવે છે જે PET બોટલ્સના ઉત્પાદન માટે વર્જીન પ્લાસ્ટિકની જરૂરિયાતને ઘટાડે છે.
rPETમાં કોકા-કોલા® લોન્ચ કરવા અંગે SLMG બેવરેજીસ લિમીટેડના મેનેજિંગ ડિરેક્ટર પરિતોષ લોધાણીએ જણાવ્યું હતુ કે, “અમે કોકા-કોલા મટે પ્રથમ બોટલનું ઉત્પાદન કર્યુ હતુ અને rPET વેરિયાંટમાં ઉત્પાદન કરનાર પ્રથમ બોટલર્સ તરીકે ઉભરી આવવાનો અમને ગર્વ છે. અમે ટકાઉતા પરત્વે પ્રતિબદ્ધ છીએ અને SLMG અર્થપૂર્ણ પરિવર્તનને આઘલ ધપાવવા અને ટકાઉ ભવિષ્યનું નિર્માણ કરવા માટે ઉત્સાહી છે.”
કોકા-કોલા કંપની હવે 40 માર્કેટ્સમાં 100% rPET બોટલ્સ ઓફર કરે છે જે તેને 2030 સુધીમાં 50% રિસાયકલ્ડ કન્ટેન્ટ સાથે વર્લ્ડ વિધાઉટ વેસ્ટ સાથે બોટલ બનાવવાના ધ્યેયની વધુ નજીક લાવે છે. 2018માં ઘોષિત ટકાઉ પેકેજિંગ પ્લેટફોર્મમાં કંપની દ્વારા 2030 સુધીમાં વૈશ્વિક સ્તરે વેચવામાં આવનારી બોટલ્સ અથવા કેનની સમકક્ષનું એકત્રીકરણ અને રિસાયકલ કરવાનો અને 2025 સુધીમાં તેના પેકેજિંગને 100% બનાવવાનો સમાવેશ થાય છે.
કોકા-કોલા ઇન્ડિયા અને સાઉથવેસ્ટ એશિયાના ટેકનિકલ અને ઇનોવેશનના વાઇસ પ્રેસિડન્ટ એનરિક એકરમેનએ જણાવ્યું હતુ કે, ” “અમે કચરો અને કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે અમારા પેકેજિંગ માટે સર્ક્યુલર અર્થતંત્ર ચલાવવા માંગીએ છીએ. અમે રિસાયકલ સામગ્રીને વધારવા માટે કામ કરી રહ્યા છીએ. અમારું પેકેજિંગ, રિફિલ કરી શકાય તેવી બોટલનો અમારો ઉપયોગ વિસ્તૃત કરો અને અમારી વર્લ્ડ વિધાઉટ વેસ્ટ પહેલ દ્વારા રિસાયક્લિંગ માટે પેકેજિંગ એકત્રિત કરીએ છીએ. અમે પેકેજિંગ માટે નવા સોલ્યુશન્સ માટે સંશોધન પણ કરીએ છીએ. મૂન બેવરેજિસ અને SLMG બેવરેજિસ દ્વારા આ વિસ્તરણ કોકા-કોલા ભારતની ટકાઉપણું પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતા અને વધુ ટકાઉ ભવિષ્ય બનાવવા માટેના સમર્પણને રેખાંકિત કરે છે.”
ફૂડ સેફ્ટી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ ફૂડ પેકેજિંગમાં રિસાયકલ PETના ઉપયોગને મંજૂરી આપી છે. તેવી જ રીતે, ભારત સરકાર, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય અને ભારતીય માનક બ્યુરોએ ખાદ્યપદાર્થો અને પીણાના પેકેજિંગમાં રિસાયકલ પ્લાસ્ટિકના ઉપયોગને સરળ બનાવવા માટે યોગ્ય નિયમો અને ધોરણોને સક્ષમ કર્યા છે.
કોકા-કોલા ગ્રાહકો માટે તેમની ખાલી પીઈટી બોટલોને અનુકૂળ રીતે મૂકેલા ડ્રોપ-ઓફ પોઈન્ટ્સ અથવા રિવર્સ વેન્ડિંગ મશીનો (RVM’s) પર રિસાયકલ કરીને પરત કરવાનું અનુકૂળ બનાવી રહ્યું છે. આ વર્ષની શરૂઆતમાં કોકા-કોલા ઈન્ડિયાએ ઝેપ્ટો સાથે ‘રીટર્ન એન્ડ રિસાઈકલ’ પહેલ શરૂ કરી હતી જે ગ્રાહકો પાસેથી સીધી PET બોટલો એકત્ર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ 100% ટ્રેસેબિલિટી સાથે PET બોટલ એકત્ર કરવાની સંગઠિત પ્રક્રિયા સ્થાપિત કરવામાં પણ મદદ કરે છે. ખાસ કરીને ભારત માટે, કોકા-કોલાએ 250 ml PET બોટલ માટે ASSP (એફોર્ડેબલ સ્મોલ સ્પાર્કલિંગ પેક) રજૂ કર્યું છે. ASSP, એક માલિકીની કોકા-કોલા નવીન તકનીકનો ઉપયોગ સ્પાર્કલિંગ ઉત્પાદનો માટે PET બોટલના ઉત્પાદનમાં પ્લાસ્ટિકના વપરાશને 40 ટકા સુધી ઘટાડવા માટે કરવામાં આવે છે.
ડિસેમ્બર 2022માં, કોકા-કોલા બાંગ્લાદેશે 100% rPET બોટલો લોન્ચ કરી છે, જે તેને એક-લિટર પેકેજમાં કિન્લી પાણીની બોટલો રજૂ કરવા માટે દક્ષિણપશ્ચિમA એશિયા (SWA) માં પ્રથમ બજાર બનાવ્યું હતુ.