મહારાષ્ટ્રના નાંદેડ અને ગુજરાત ખાતે અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

 

ગત દિવસોમાં મહારાષ્ટ્રના નાંદેડ ખાતે સરકારી હોસ્પિટલની આસપાસના વિસ્તારમાં 24 લોકોના મૃત્યુ નોંધાયા છે.  આ દુઃખદ ઘટના બની છે તેમાં જે લોકોના મૃત્યુ થયાં તેમાં 12 નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. એ સિવાય અન્ય ૧૨ વ્યકિતઓના મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૩,૬૦૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે.

આ સિવાય ગુજરાતના વિવિધ સ્થળોએ અકસ્માતની ઘટનામાં ૬ જેટલા લોકોના મોત થયા છે. કાલાવડ,ભાવનગર જેવા સ્થળોએ વિવિધ અકસ્માતની ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે ૯૦,૦૦૦ની સહાયતા રાશિ અર્પણ કરી છે. આમ કુલ મળીને રુપિયા ૪,૫૦,૦૦૦ની રાશિ અર્પણ કરી છે.

મોરબી ખાતે ચાલી રહેલી રામકથામાંથી પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ સમર્પિત કરી છે અને તેમના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે. મહારાષ્ટ્રના રામકથાના શ્રોતાઓ દ્વારા આ રાશિ અર્પણ કરવામાં આવશે.