અંબાજી
સંજીવ રાજપૂત
ચાચર ચોકમાં પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ દિકરીઓનું અદભુત નૃત્ય
અંબાજી ખાતે પ્રજ્ઞા ચક્ષુ અને દિવ્યાંગ દીકરીઓ દ્વારા ચાચર ચોકમાં અદભુત ગરબા અને નૃત્ય પરફોર્મન્સ આપવામાં આવ્યું.
યાત્રાધામ અંબાજીમાં પગપાળા લોકોનો ઘસારો થયો શરૂ થયો છે ત્યારે બે દિવસમાં 6 લાખથી વધું ભક્તોએ માં અંબાના દર્શન કર્યા છે. માં અંબાના મંદિરના ચાચરચોક ખાતે દિવ્યાંગ અને પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ દ્વારા અદભુત નૃત્ય રજૂ કરવામાં આવતા સમગ્ર વાતાવરણ અને લોકોમાં અલોકીક અનુભૂતિ જોવા મળી હતી. કલોલની મંથન અપંગ કન્યા સેવા સંકુલની દિકરીઓએ 50 હજારની સ્ટેશનરી પાછળ 33 લાખ 33 હજાર 333 વાર જય અંબે લખ્યું. આ દિકરીઓનું ચાલીને આવવાની ભાવના હતી પરંતુ તે કઈ રીતે આવે તો આ દીકરીઓ દ્વારા આ મંત્રો લખવામાં આવ્યા. આખરે માં અંબાએ તેમની મનોકામના પૂર્ણ કરતા જિલ્લા કલેક્ટર વરુણ બરનવળના સહિયારે શ્રી મેરુ યંત્ર ના આયોજક દીપેશભાઈ પટેલની સાથે આ તમામ દિકરીઓ મા ના ધામ આવી હતી અને મંદિરના પ્રાંગણમાં ભવ્ય ગરબે ઝૂમી અને નૃત્ય કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
બાઈટ:- નીરૂબેન રાવલ, વિકલાંગ ટ્રસ્ટ
બાઈટ – દીપેશભાઈ પટેલ જય ભોલે ગ્રુપ