ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના વિમેન ડેવલોપમેન્ટ સેલના નેજા હેઠળ સ્ત્રી સશક્તીકરણ સંદર્ભે “સ્ત્રી: સન્માન, સમાનતા અને સલામતી” વિષય ઉપર વર્કશોપ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે જાણીતા સામાજીક કાર્યકર્તા રૂઝાન ખંભાતાએ કહ્યું હતુ કે આધુનીક સમયમાં સ્ત્રીઓ પ્રત્યેનો અભિગમ હકારાત્મક થયો છે પરંતુ સાચા અર્થમાં સ્ત્રીઓને અધિકારો આપીને તાકતવર બનાવવા જોઈએ. આ વર્કશોપમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી સુમૈયા રઈસે ટેકનોલોજી ધ્વારા સ્ત્રીઓને મુશ્કેલીમાં મૂકવાના ગુના વધતા જાય છે. તેમણે કાયદાની સમજ આપીને સોશીયલ મિડિયાનો ઉપયોગ કરવામાં સાવચેતી રાખવાની ટેકનીક બતાવી હતી. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીનો દરજ્જો સૌથી ઉપર છે. સ્ત્રીઓને પૂરતી તક, સન્માન, સલામતી તથા સમાનતા આપવાથીજ સમાજ તંદુરસ્ત બને છે. સ્ત્રીઓ પ્રત્યે આદરભાવ રાખવાથી તથા પ્રણાલીગત માનસીકતા બદલવાથી સ્ત્રીઓને પૂરતો ન્યાય આપી શકીશુ. આ વર્કશોપનું સંચાલન કોલેજના પ્રા.અનુરાધા પાગેદારે કર્યું હતુ તથા પ્રા. ચેતન મેવાડાએ આભારવિધિ કરી હતી.