ઘર માટે ફરી શરૂ થઈ 2.67 લાખ જેવી સબસીડી! પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0ને લીલીઝંડી.
Pradhan Mantri Awas Yojana: હાલ દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે. એમાંય મકાનોના ભાવ તો હાલ આકાશને આંબી રહ્યાં છે. ત્યારે ગરીબ અને સામાન્ય માણસો માટે ઘરનું ઘર લેવું એક સપના સમાન બની ગયું છે. આવી સ્થિતિમાં મોદી સરકારે દેશના સેકડો ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને આપી છે સૌથી મોટી ભેટ. પીએમ મોદીએ હાલમાંજ સામાન્ય માણસોને પોતાના સપનાનું ઘર મળી રહે તે માટે એક મહત્ત્વની યોજના અમલી કરી છે. જેમાં મકાન લેવા સરકાર આપશે પૈસા! શું છે નિયમો? જાણો કોને મળશે યોજનાનો લાભ…
PM મોદીની અધ્યક્ષતામાં શુક્રવારે કેબિનેટની બેઠકમાં આ યોજનાને મંજૂરી આપી દેવામાં આવી છે. આ યોજના થકી દેશના સેકડો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું ઘરના ઘરનું સપનું થશે સાકાર…સરકા ગરીબ અને મધ્યમ વર્ગને પરવડે તેવા સેકડો મકાનો બનાવશે. આ ઉપરાંત મકાન લેવા માટે સરકાર સામેથી આપશે પૈસા. જાણીને નવાઈ લાગશે પણ અગાઉની 2.67 લાખની સબસીડી જેવી જ જબરદસ્ત યોજના સરકારે ફરી શરૂ કરી છે. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી 2.0 યોજનાને મંજૂરી આપી છે.
આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર શહેરી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે એક કરોડ પરવડે તેવા મકાનો બનાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં શુક્રવારે આ યોજનાને મંજૂરી આપવામાં આવી હતી. સરકાર આ યોજના પર 2.30 લાખ કરોડ રૂપિયાની સબસિડી આપશે. આ યોજના હેઠળ સરકાર શહેરી વિસ્તારોમાં મકાનો બનાવવા માટે આર્થિક મદદ કરશે.
Hello, i think that i ssaw you visited mmy weblog sso i ggot here too return tthe want?.I’m attempting to find tthings to enhance mmy site!I assume iits ok to usse somme oof your concepts!!